Narmada News/ 75 લાખ કોણે માગ્યા? નર્મદામાં તોડકાંડ મુદ્દે કલેક્ટર કચેરીએ રાજકીય ઘમાસાણ

નર્મદા જિલ્લામાં 75 લાખના તોડકાંડ મુદ્દે રાજકીય વિવાદ વકર્યો. સાંસદ મનસુખ વસાવા કલેક્ટર (Collector) કચેરી પહોંચ્યા, ચૈતર વસાવાના ગંભીર આક્ષેપ.

Top Stories Gujarat Others
Collector

Narmada Collector Office Dispute : નર્મદા જિલ્લામાં 75 લાખ રૂપિયાના તોડકાંડને લઈને ચાલી રહેલો વિવાદ દિવસેને દિવસે વધુ વકરતો જઈ રહ્યો છે. આ મામલે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પોતાના સમર્થકો સાથે નર્મદા જિલ્લા કલેક્ટર (Collector) કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરીને મામલે ખુલાસાની માંગ કરી હતી.

સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો હતો કે જિલ્લા કલેક્ટરે ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગ કરી હોવાની વાત સ્વીકારી છે. તેમણે વધુમાં જણાવ્યું કે માર્ગ અને મકાન વિભાગના એક એન્જિનિયરે કેવડિયા હેલીપેડ પર જિલ્લા કલેક્ટરને આ બાબતની જાણ કરી હતી.

ચૈતર વસાવા જિલ્લા કલેક્ટર (Collector) કચેરી પહોંચ્યા 

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ્યારે ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે જિલ્લા કલેક્ટર (Collector) કચેરી પહોંચ્યા હતા ત્યારે જિલ્લા કલેક્ટરે 75 લાખની માંગ અંગે ઇનકાર કર્યો હતો. આ મુદ્દે હવે ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા છે. ચૈતર વસાવાનું કહેવું છે કે કલેક્ટર પર દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે તેમને પોતાની અગાઉની વાત ફેરવવી પડી છે.

કલેક્ટરને ED સુધીની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ 

ચૈતર વસાવાએ એવો પણ દાવો કર્યો છે કે સરકાર તરફથી કલેક્ટર (Collector)ને દબાણ કરવામાં આવ્યું હતું અને તેમને “સત્તા સામે શાણપણ સારું ન લાગે” તેવી સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં, કલેક્ટરને ED સુધીની ધમકી આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો છે.

મારા વિરુદ્ધ એક સ્ક્રિપ્ટ બનાવવામાં આવી: ચૈતર વસાવા

ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે, મનસુખ વસાવાએ તેમના પર લગાવેલો 75 લાખનો આરોપ અગાઉ ખુદ કલેક્ટરે નકારી કાઢ્યો હતો. તેમણે દાવો કર્યો કે તેમના વિરુદ્ધ એક પૂર્વનિયોજિત સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે અને તેમની રાજકીય કારકિર્દી તેમજ માન-સમ્માનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ચૈતર વસાવાએ કલેક્ટરને અપીલ કરતાં કહ્યું કે તેઓ નિડર બની સત્ય સામે લાવે, અને તેઓ કલેક્ટર (Collector)ના સાથે ઊભા રહેશે. તેમણે મનસુખ વસાવાને પણ પડકાર આપ્યો કે જો તેમના પાસે કોઈ CCTV ફૂટેજ કે રેકોર્ડિંગ હોય તો તે જાહેર કરવામાં આવે.

CID તપાસની માંગ પણ કરવામાં આવી

આ ઉપરાંત ચૈતર વસાવાએ વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચ અંગે પણ સવાલ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે કાર્યક્રમમાં થયેલા અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચા નર્મદા જિલ્લાના આદિજાતિ વિસ્તારના વિકાસ માટેના ફંડમાંથી થયા છે, જેનો હિસાબ લેવામાં આવશે. આ મામલે દસ ગણાં ખર્ચ અંગે CID તપાસની માંગ પણ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લાની રાજનીતિ ગરમાઈ

ચૈતર વસાવાએ ચેતવણી આપી છે કે જો આગામી પાંચ દિવસમાં માંગેલી માહિતી આપવામાં નહીં આવે તો તેઓ પોતાના સમર્થકો સાથે જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણા પર બેસશે. સમગ્ર મામલે નર્મદા જિલ્લાની રાજનીતિ ગરમાઈ છે અને આ વિવાદ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નર્મદા જિલ્લામાં આવકના ખોટા દાખલાના કૌભાંડે રાજકીય ગરમી પકડી

આ પણ વાંચો:નર્મદા નહેર પર 7 વર્ષથી બિલ્ડરનો કબજો – CMના આદેશ પછી પુલ તોડવા ગયા તો ગામલોકોએ અટકાવ્યું!

આ પણ વાંચો:નર્મદાના ગરુડેશ્વર ધીરખાડી ગામે યુવક-યુવતીનું વીજળી પડતાં મોત