Narmada News: નર્મદાના ગરૂડેશ્વરના ધીરખાડી ગામે યુવક-યુવતીનું મોત થયું છે. ખેતરમાં વીજળી પડતા યુવક અને યુવતીનું મોત નીપજ્યું છે. 25 વર્ષીય રંગેશ વસાવા અને 18 વર્ષના ઇન્દુ વસાવાનું મોત થયું છે. ખેતરમાં ડાંગર કાપવાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી.
યુવક અને યુવતીનું મોત થતાં કુટુંબમાં શોકનું વાતાવરણ છવાયું છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Narmada News/પડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં નર્મદા ડેમના અસરગસ્ત યુવાન-મહિલા મોબાઇલ ટાવર પર ચઢતાં તંત્રમાં દોડધામ
આ પણ વાંચો: Narmada News/નર્મદા જિલ્લામાં એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો
આ પણ વાંચો: Narmada News/નર્મદાના તિલકવાડા ખાતે સહી પોષણ દેશ રોશનના સંકલ્પ સાથે રાષ્ટ્રીય પોષણ માહ ની ઉજવણી કરવામા આવી
