Mahesana News/ મહેસાણામાં વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો યોજાશે

મહેસાણામાં વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાશે. આ અંગે સમગ્ર મામલે ફ્લાઇટ લેફટનન્ટ કમલ સંધુએ જણાવ્યું હતું કે મહેસાણાના આકાશમાં 9 વિમાનો ત્રિરંગો લહેરાવશે.

Top Stories Gujarat Others Breaking News

Mahesana News: મહેસાણામાં વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાશે. આ અંગે સમગ્ર મામલે ફ્લાઇટ લેફટનન્ટ કમલ સંધુએ જણાવ્યું હતું કે મહેસાણાના આકાશમાં 9 વિમાનો ત્રિરંગો લહેરાવશે. સૂર્યકિરણ ટીમ 9 જેટ્સ સાથે એર શો રજૂ કરશે. આ આયોજનનો હેતુ યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવવા માટે પ્રેરિત કરવાનો છે.

સૂર્યકિરણની ટીમ 9 જેટ્સ સાથે એર શો રજૂ કરશે. પાંચ મીટરથી પણ ઓછા અંતરમાં 132 ફાઇટર જેટ્સ ઉડાન ભરશે. ભારતની સૂર્યકિરણ એરોબેટિક ટીમ એશિયાની ગૌરવશાળી ટીમ છે. નવ ફાઇટર જેટ્સ સાથે આ ટીમ એશિયાની એકમાત્ર એરોબેટિક ટીમ છે.

આવતીકાલે સવારે નવ વાગ્યે મહેસાણામાં શો યોજાશે. છથી આઠ મહિનાની તાલીમ પછી પાયલોટ્સ એર શો માટે સક્ષમ બન્યા. સૂર્યકિરણ ટીમ 700થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શો કરી ચૂકી છે. સૂર્યકિરણ ટીમના જેટ્સ પ્રતિ કલાક 900થી 1000 કિ.મી.ની ઝડપે ઉડાન ભરશે. દર્શકોને 30થી 35 મિનિટ સુધી રોમાંચક એરોબેટિક્સ જોવા મળશે. એક જેટમાં પ્રતિ મિનિટ 10થી 12 કિલોય એવિયેશન ફ્યુઅલ વપરાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Mahesana News/સાંસદ હરિ પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખીને રજૂઆત, એરંડાના પાકમાં લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવા બાબતે

આ પણ વાંચો: Mahesana News/મહેસાણામાં દારૂ બૂટલેગર લોકેશનની રાહ જોતો હતોને પોલીસ ત્રાટકી, વિદેશી દારૂની 1200 પેટી જપ્ત કરાઈ

આ પણ વાંચો: Mahesana News/મહેસાણામાં બેસતા વર્ષે પણ બેફામ કાર ચાલકે બાઇક-એક્ટિવાને હડફેટે લેતા 3 યુવકોના મોત, બે ગંભીર