Mahesana News: ગુજરાતમાં નવા વર્ષે પણ બેફામ કારચાલકોનો ત્રાસ જારી જ રહ્યો છે. એક કારચાલકે બેફામ કાર ચલાવી મઢાસણા ચોકડી નજીક ગોઝારો અકસ્માત સર્જયો હતો. કારચાલકે બેફામ કાર ચલાવીને બાઇક અને એક્ટિવને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કુલ ત્રણ યુવકોના મોત થયા છે અને હજી પણ બે ગંભીર છે.
આ અકસ્માતમાં કારચાલકે બેફામ રીતે વાહનોને હડફેટે લેતા કુલ પાંચ જણા રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતમાં ગુંજા ગામના બે અને ખટાસણા ગામના એક યુવકનું મૃત્યુ થયું હતુ. મૃતકોમાં કિશનજી, નિલેશજી અને મહેશજીનો સમાવેશ થાય છે. બાઇક પર સવાર કિશનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને નિલેશજી તથા મહેશજીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. તેઓએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને ઘટનાસ્થળે પણ એમ્બ્યુલન્સે સારવાર આપીને ઇજાગ્રસ્તોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમની કોઈ કારી ફાવી ન હતી અને તેમના જીવ બચાવી શકાયા ન હતા.
આમ ત્રણ યુવકોના મોતથી ત્રણ પરિવાર નોંધારા થઈ ગયા છે. તેમના કુટુંબીજનોના આંખના આંસુ સુકાતા નથી. તેમને ત્યાં રીતસરની રડારોળ ચાલી રહી છે. હવે આ ત્રણ કુટુંબોનું ભરણપોષણ કોણ કરશે તે સવાલ ઉઠી રહ્યો છે.
અકસ્માત સર્જાને અજાણ્યો કારચાલક ફરાર થઈ ગયો હતો. વડનગર પોલીસે અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા પછી તેમના કુંટુંબીઓને સોંપી દીધા છે. કારચાલકને શોધવા માટે પોલીસે નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ શોધવા માંડ્યા છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ આ રીતે બેફામ વાહન ચલાવતા કારચાલકને શોધી કાઢશે.
આ પણ વાંચો: Mahesana News/મહેસાણા મોઢેરા ચોકડી પાસે હિટ એન્ડ રન, યુવકનું મોત
આ પણ વાંચો: Mahesana News/મહેસાણાના વિસનગર-ઊંઝા હાઈવે પર અકસ્માતમાં બાળકનું મોત, 7 લોકો ઘાયલ
આ પણ વાંચો: Mahesana Accident/મહેસાણાના ખેરાલુ સતલાસણા હાઇવે પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
