Mahesana News : મહેસાણાના કડી થોળ રોડ પરથી 1200 પેટી વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું છે. પોલીસ દ્વારા કુલ 1200 પેટી સબિત 89 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે. માલવિદેશી દારૂ ભરેલું ટેન્કર સાથે એક વ્યક્તિ પણ ઝડપાયો છે. મળતી માહિતી મૂજબ જે આરોપી રાજસ્થાનનો હનુમાન રામ તગારામ અલ્છારામ દુડી છે.
ડ્રાઈવરે ખાનગી કંપનીની જમીનમાં ટેન્કરને ઉભું રાખતા ખુલાસો થયો હતો. ટેન્કરને ભાવનગર તરઇ લઈ જવામાં આવતી હોવાનો સૂત્રો દ્રારા માહિતી મળી રહી છે. રાજ્યમાં વધતાં દારૂના બૂટલેગરોને કેવી રીતે નાશવા તે બાબતે સરકરા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
![]()
પોલીસે ડ્રાઈવરને પકડીને યોગ્ય કાર્યવાહી કરી આવી છે, તથા તેના 4 બૂટલેગરો વિરૂદ્ધ બાવલું પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. આગળની યોગ્ય તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં દારૂ ભરેલા ટેન્કર સાથે 54.35 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો: પાટણમાં દારૂ ભરેલી કાર સાથે 9 લાખનો મુદ્દ્માલ કબજે
