Gandhinagar News/ ગુજરાતમાં હવે નહીં છટકી શકે એક પણ ગુનેગાર, ‘અમોઘ’ ડ્રોન પોલીસનું નવું હથિયાર

PCR વાન પહોચે તે પહેલા પોલીસનું ડ્રોન પહોંચશે. પોલીસને મેસેજ મળતાં જ ડ્રોન સ્થળ પર પહોંચશે.

Top Stories Gandhinagar Ahmedabad Rajkot Gujarat Surat Vadodara
no criminal can escape in gujarat now amogh drone is the new weapon of the police kp 2025 04 04 ગુજરાતમાં હવે નહીં છટકી શકે એક પણ ગુનેગાર, 'અમોઘ' ડ્રોન પોલીસનું નવું હથિયાર

Gandhinagar News: ગુજરાત પોલીસે (Gujarat Police) હવે ગુનેગારો (Criminals)ને ઝડપવા ‘અમોઘ’ હથિયાર (Weapon) તૈયાર કર્યુ છે. ગુનાખોરી (Criminal activities)ને અટકાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અસમાજીક તત્વો (Anti-Social Elements)ને ડામવા પોલીસનું ડ્રોન સક્રિય થશે.

ગુજરાત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ (Pilot Project) રજુ કર્યો છે. આ પ્રોજેક્ટનો હેતુ ગુનેગારોને ઝડપી ગુનાખોરી અટકાવવાનો છે. તેમજ PCR વાન પહોંચે તે પહેલા જ ‘અમોઘ’ ડ્રોન (Amogh Drone) ગુનેગાર સુધી પહોંચી વળશે, તે હેતુથી પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ગુજરાત પોલીસ ડ્રોન (Drone) રાજ્યના 4 મહાનગરોના સંવેદનશીલ વિસ્તારો (Sensitive Areas)નાં પોલીસ સ્ટેશનમાં આપશે. DGP દ્વારા ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસના ઉડતા અસ્ત્રથી હવે ગુનેગારો છટકી નહીં શકે.

છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અસમાજીક તત્વોનો ત્રાસ વધતો ગયો છે. નિર્દોષ પ્રજા તેનો વારંવાર ભોગ બનતી જોવા મળી છે, ઘણી વખત સરકારી મિલકતોને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસે હવે નવો પ્રયોગ અજમાવ્યો છે. ગુજરાતના ઈતિહાસમાં આવું પ્રથમ વાર હશે કે કે પોલીસ હવે ગુનેગારોને પકડવા ડ્રોન (Drone)નો પ્રયોગ કરતી હોય. ‘અમોઘ’ ડ્રોન (Amogh Drone)થી અસામાજિક તત્વોને હવે ભાગવાનો પણ મોકો નહીં મળે. PCR વાન પહોચે તે પહેલા પોલીસનું ડ્રોન (Drone) પહોંચશે. પોલીસને મેસેજ મળતાં જ ડ્રોન સ્થળ પર પહોંચશે.

ચાર મહાનગરોના સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં ડ્રોન (Drone) અપાશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના પોલીસ સ્ટેશનોમાં સર્વે કરાયો હતો. માત્ર 2થી 3 મિનિટમાં જ ઘટના સ્થળે ડ્રોન પહોંચશે. સંવેદનશીલ વિસ્તારોના લેન્ડમાર્ક પોઈન્ટ એડ કરાયા છે. 4 મહાનગરોના 33 પોલીસ સ્ટેશનોમાં ડ્રોન (Drone) અપાશે અને ગુનાખોરી પર અંકુશ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.  અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પ્રોજેક્ટનું અમલીકરણ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત પોલીસ રસ્તામાં ઉતરતાં અસમાજીક તત્વોમાં ફફડાટ

આ પણ વાંચો:ગુજરાત પોલીસ ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવા આજથી જોવા મળશે એક્શનમાં

આ પણ વાંચો:અસમાજીક તત્વોના આતંકને રોકવા ગુજરાત પોલીસ એક્શનમાં