Not Set/ આ જિલ્લામાં કોરોના તો ઘટ્યો પણ બ્લેક ફંગસના કેસની સંખ્યા વધી

જામનગરમાં 18 દર્દીના વધારા સાથે મ્યુકર માઇકોસીસના દર્દીની સંખ્યા 108 પર પહોંચી છે. વધુ 1 દર્દીનું મૃત્યુ થતાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. તમામ દર્દી જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Gujarat Others

જામનગરમાં 18 દર્દીના વધારા સાથે મ્યુકરમાઇકોસીસના દર્દીની સંખ્યા 108 પર પહોંચી છે. વધુ 1 દર્દીનું મૃત્યુ થતાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. તમામ દર્દી જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજુ સુધી કોઇ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો નથી. અને દર્દીઓ માટે 400 ઇન્જકશનોની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ બે અલાયદા વોર્ડ માં સારવાર ચાલી રહી છે.

કોરોના કાબુમાં આવી રહ્યો છે ત્યારે જ આ નવી મહામારીએ માથું ઉંચક્યું છે, જે બાબત જામનગર શહેર સહિત સમગ્ર હાલાર માટે અત્યંત ગંભીર ચિંતાનો વિષય હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.

આ પણ વાંચો :હવે આ રાજ્યમાં મોટી સંખ્યામાં બાળકો બન્યા કોરોના સંક્રમિત, શું ત્રીજી લહેર ની છે આશંકા ?

જામનગરમાં કોરોના વાઈરસ નબળો પડી રહ્યો છે. પરંતુ બ્લેક ફંગસ એટલે કે મ્યુકર માઇકોસિસના કેસની સંખ્યા વધી રહી છે. શહેરની જી.જી.હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિસના વધુ 18 દર્દીથી કેસની સંખ્યા 108 પર પહોંચી છે. આ સ્થિતિમાં વધુ 1 દર્દીનું મોત નિપજતાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. જો કે, તમામ દર્દીઓ સારવાર હેઠળ હોય હજુ સુધી એક પણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી.

આ પણ વાંચો :અમદાવાદ બાદ કચ્છથી સામે આવ્યો મ્યુકોરમાઇકોસીસનો ચોંકાવનારો કેસ

જી.જી. હોસ્પિટલમાં આ રોગના દર્દીઓ માટે 400 ઇન્જકશનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે સારવાર માટે વધુ એક વોર્ડ શરૂ કરતા બે વોર્ડમાં દર્દીની સારવાર ચાલી રહી છે. કાન, ગળા અને આંખ વિભાગના તબીબો આ રોગની સારવાર કરી રહ્યા છે.