Rajkot News: રાજકોટમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો છે, કોઠારિયા રોડ પર સનાતન પાર્કમાં આ ઘટના બની છે. ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થયો છે. ટીવીએસ કંપનીની ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ થવાના લીધે ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. ઘરનું તમામ વાયરિંગ પણ બળી ગયું છે. આ ઇ-બાઇક આઠ મહિના પહેલાં જ લેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે TVS મોટરના ફેમસ ઇલેક્ટ્રિક સ્કૂટર TVS iQube રિકોલ કરવામાં આવી રહ્યું છે. જો તમારી પાસે પણ TVS કંપનીનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર છે, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કંપનીનું કહેવું છે કે TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટરને પ્રોએક્ટિવ ઇન્સ્પેક્શન માટે રિકોલ કરવામાં આવી રહ્યું છે. કંપનીએ કહ્યું કે 10 જુલાઇ, 2023 અને 9 સપ્ટેમ્બર, 2023 વચ્ચે ઉત્પાદિત ઇલેક્ટ્રિક સ્કૂટર્સને રિકોલ કરવામાં આવી રહ્યા છે. TVSનું કહેવું છે કે કંપની જે સ્કૂટર્સને રિકોલ કર્યા બાદ કંપની પાસે આવશે તેની બ્રિજ ટ્યુબનું પરીક્ષણ કરશે. આ ટેસ્ટિંગ કરવા પાછળનો હેતુ એ જાણવાનો છે કે સ્કૂટરનું હેન્ડલિંગ સારું છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇલેકટ્રિક વાહનમાં બ્લાસ્ટની ઘટના 16મે 2024ના રોજ બની હતી. ડીસાના બજરંગ નગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ માળીએ દોઢ વર્ષ પહેલાં 76 હજાર રૂપિયાની કિંમતની જોય કંપનીની ઈ-બાઈક ખરીદી હતી. આ ઈ-બાઇકની સ્પીડ 35 થી વધુ નથી અને ઇંધણની બચત થતી હોય તેવો એ કંપનીમાં વિશ્વાસ કરી આ ઇ-બાઈક ખરીદી હતી. જોકે મહેશભાઈ માળીની દીકરી કામ અર્થે જવાનું હોય, ઈ-બાઇક સ્ટાર્ટ કરતા તેની બેટરી ડિસ્ચાર્જ થવા લાગી હતી. જેથી આ દીકરીએ બેટરી ચાર્જિંગમાં મૂકી હતી. ચાર્જિંગ દરમિયાન બોમ્બ ફાટ્યો હોય તે રીતે આ બેટરી બ્લાસ્ટ થઈ હતી. તેથી આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને રાહત મદદ પહોંચાડી આગ પર કાબૂ મેળવ્યો હતો.
મહેશભાઈ માળી કહે છે કે, ઘરની ગેલેરીમાં જ બાઈકમાં આગ બનાવ બન્યો હતો. આ ઘટનાને લઈને ઈ-બાઈકના માલિકે કહ્યું હતું કે, સદનસીબે બેટરી ચાર્જિંગમાં હતી અને આ ઘટના બની હતી. જો મારી દીકરી ઈ-બાઇક લઈને નીકળી હોત અને રસ્તામાં ચાલુ ઈ-બાઈકે બેટરી ફાટી હોત તો કદાચ અમે મારી દીકરી ગુમાવી દીધી હોત. આથી હું આવા ઇ-બાઇકોને જીવતા બૉમ્બ ઘણી રહ્યો છું જોકે આ બાબતે મેં કંપનીને જાણ કરી છે અને જો આવી હલકી અથવા ખરાબ બેટરીઓ જો ગ્રાહકોને આપી હોય તો એ બદલી દેવાની તેમજ સમય અંતરે આવા ઇ-બાઇકોનું ટેસ્ટિંગ થાય તેવી માંગ કરી છે.
આ પણ વાંચો: ઇ-વ્હીકલની ગુજરાતમાં બોલબાલા, નોંધણીમાં અનેક ગણો વધારો
આ પણ વાંચો: ગુજરાત સરકારે રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી કરી જાહેર
આ પણ વાંચો: CMના હસ્તે ગો ગ્રીન યોજનાનો થયો શુભારંભ,1300થી વધુ પત્રો એનાયત કરાયા
