Not Set/ ગુજરાત સરકારે રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી કરી જાહેર

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાથી કંટાળી ગયેલી જનતા માટે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક મોટું નિવેદન આપ્યુ છે.

Top Stories Gujarat Others
2 197 ગુજરાત સરકારે રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી કરી જાહેર
  • રાજ્ય સરકારે નવી ઇલે.વ્હિકલ પોલીસી કરી જાહેર
  • ગુજરાતને પ્રદૂષણમુકત બનાવવા રા.સરકારની જાહેરાત
  • ટુ વ્હીલર માટે રૂ.20 હજાર સુધીની સબસીડી
  • થ્રી વ્હીલર માટે રૂ.50 હજાર સુધીની સબસીડી
  • ફોર વ્હીલર માટે રૂ.1.50 લાખ સુધીની સબસીડી
  • સબસીડી આપી ઇલે.વ્હિકલને સસ્તા બનાવવા પ્રયાસ
  • ચાર્જિગ સ્ટેશન બનાવવા માટે પણ સબસીડી
  • હાઇવે પર ઇલે.વ્હિકલ ચાર્જિગ માટે કરાશે વ્યવસ્થા
  • 500 ઇલે.વાહનની બેટરી ચાર્જ કરવા ચાર્જિંગ સ્ટેશન બનાવાશે
  • 2 196 ગુજરાત સરકારે રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી કરી જાહેર

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાથી કંટાળી ગયેલી જનતા માટે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક મોટું નિવેદન આપ્યુ છે. આપને જણાવી દઇએ કે, આજે રાજ્ય સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન પોલીસીની જાહેરાત કરી છે.

2 198 ગુજરાત સરકારે રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી કરી જાહેર

બ્રેકિંગ ન્યૂઝ / રાજ્યમાં માસ્કનાં દંડ મુદ્દે મોટા સમાચાર, હવે 1 હજારને બદલે આટલા રૂપિયા દંડની રકમ કરવાની રજૂઆત

રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએે કહ્યુ કે, જનતાને પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાથી રાહત આપવા માટે અને રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન પોલીસીની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે, ગુજરાત પ્રદૂષણ મુક્ત પહેલુ રાજ્ય બનશે. તદઉપરાંત સબસીડી આપી ઇલેક્ટ્રિક વ્હીકલને સસ્તા બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ પોલિસીની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, આ નીતિ-પોલિસી દ્વારા ઇ-વ્હીકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે તથા ઇ-વ્હીકલના ડ્રાઇવીંગ, વેચાણ, ધિરાણ, સર્વિસીંગ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ થશે. CM રૂપાણીએ વધુમાં કહ્યુ કે, ટુ વ્હીલર માટે રૂપિયા 20 હજાર સુધીની સબસીડી આપવામાં આવશે, જ્યારે થ્રી વ્હીલર માટે રૂપિયા 50 હજાર સુધીની સબસીડી અને ફોર વ્હીલર માટે રૂપિયા 1.50 લાખ સુધીની સબસીડી જાહેર કરવામાં આવી છે. CM રૂપાણીએ જણાવ્યું કે, ‘હોટલો પાસે ચાર્જિંગ સ્ટેશન કરવાનું સરકારનું આયોજન છે. રાજ્યમાં 250 ચાર્જિંગ સ્ટેશન મંજૂર થયેલા છે. 500 જેટલાં ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે. ઇલેક્ટ્રિક વ્હીકલો માટે પ્રતિ કિલો વોટ સબસિડી અપાશે. પોલીસી 4 વર્ષ માટે માન્ય ગણાશે.’

2 199 ગુજરાત સરકારે રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી કરી જાહેર

બેકાબૂ કોરોના / વિશ્વમાં કોરોના મહામારીનું તાંડવ, અત્યાર સુધીમાં 38.7 લાખ લોકોનાં થયા મોત

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલનાં સતત ભાવ વધારાનાં કારણે લોકો હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારાનાં કારણેે મોંઘવારીમાં પણ વૃદ્ધિ થઇ રહી છે. જેને લઇનેે હવે સામાન્ય જનતાનો આક્રોશ બહાર આવી રહ્યો છે. જે હવે સરકાર પણ સમજી રહી હોય તેવુ પણ દેખાઇ રહ્યુ છે. વળી જણાવી દઇએ કે, 2022 માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને હવે રાજ્યમાં અલગ-અલગ પક્ષ તૈયારીઓ કરી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

majboor str 19 ગુજરાત સરકારે રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી કરી જાહેર