આજે સમગ્ર દુનિયા કોરોના મહામારીનાં ભરડામાં છે. છેલ્લા 2 વર્ષથી આ મહામારીએ દુનિયાની નીંદર ઉડાવી દીધી છે. કથિતરૂપેે ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોનાવાયરસનાં કારણે આજે સમગ્ર દુનિયામાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ભાવ વધારો / છેલ્લા એક મહિનામાંં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં લાગી આગ, આજે ફરી વધ્યો ભાવ
આપને જણાવી દઇએ કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફાટી નીકળી છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન, વિશ્વવ્યાપી કોરોના કેસ વધીને 17.87 કરોડ થઇ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 38.7 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે હાલમાં વિશ્વવ્યાપી કેસો અને મૃત્યુઆંક અનુક્રમે 17,87,30,551 અને 38,71,409 છે. સીએસએસઇ અનુસાર, યુ.એસ. વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, જ્યા 3,35,54,246 કેસ અને 6,02,089 મોત થયા છેે.

વેક્સિન સંકટ? / શું કોરોના રસી લગાવાથી નપુંસક અને વંધ્યત્વનું જોખમ? જાણો શું કહ્યું આરોગ્ય મંત્રાલયે
કોરોના સંક્રમણનાં મામલામાં ભારત 2,99,35,221 કેસ સાથે બીજા ક્રમે છે. સીએસએસઇનાં આંકડા મુજબ, 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ (1,79,66,831), ફ્રાંસ (5,819,584), તુર્કી (5,375,593), રશિયા (52,72,328), યુકે (46,56,536), આર્જેન્ટિના (4,277,395), ઇટાલી (4,253,460), કોલમ્બિયા (3,968,405), સ્પેન (37,64,651), જર્મની (37,30,619) અને ઈરાન (31,05,620) છે. 5,01,825 નંબર સાથે કોરોનાથી થતા મૃત્યુનાં મામલામાં બ્રાઝિલ બીજા ક્રમે છે. ભારતમાં (3,88,135), મેક્સિકો (2,31,187), યુકે (1,28,245), ઇટાલી (1,27,291), રશિયા (1,27,641) અને ફ્રાન્સ (1,10,940) માં 1,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

