Rajkot News/ મકાન વેચવા ગયેલા ખેડુતને લાલચમાં ફસાવી 50 લાખ પડાવ્યા, હવામાં ફાયરિંગ કર્યું

ગોંડલ બી. ડિવિઝન પોલીસે છેતરપીંડી, આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી

Top Stories Rajkot Gujarat
Beginners guide to 2025 04 02T200728.375 મકાન વેચવા ગયેલા ખેડુતને લાલચમાં ફસાવી 50 લાખ પડાવ્યા, હવામાં ફાયરિંગ કર્યું

Rajkot News : ગોંડલમાં એક ખેડુતને પત્નીના નામું મકાન વેચવાનું ભારે પડ્યું હતું. જેમાં તેણે ઘરની બહાર બોર્ડ લગાવ્યું હતું. આ બોર્ડ વાંચીને વિરપુરનો કરણ અને જૂનાગઢનો દિવ્યેશ વચ્ચેટ થઈ આવ્યાં, મકાનના રૂ.૧.૨૦ કરોડ અપાવવાનું કહીં અન્ય શખ્સો સાથે કારસ્તાન રચ્યું હતું. ગોંડલના ખેડૂતે પત્નીના નામનું મકાન વેચવા જતાં ચાર શખ્સોએ લાલચમાં ફસાવી રૂ.૫૦ લાખ પડાવી લઈ હવામાં ફાયરીંગ કરતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. મોણપર ગામની જમીનનો હવાલો નાંખી રૂ૫૦ લાખ ખેડૂત પાસેથી પડાવી હવામાં ફાયરીંગ કરી આરોપી પ્રતાપે કહ્યું, અત્યારે દિપડા ભગાડવા ફોડી છે, રૂપીયા માંગસો તો તમારી પર ફૂટશે કહીં ડરાવ્યાં હતાં.

બનાવ અંગે ગોંડલમાં તક્ષશિલા સોસાયટી, શ્રી યમુના કૃપા શેરી નં.૩ માં રહેતા મહેશભાઇ છગનભાઇ કોટડીયા (ઉ.વ.૬૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કરણ મૂંગા (રહે. વિરપુર), દિવ્યેશ ભીમસી બારડ (રહે. જૂનાગઢ), પ્રતાપ જીલુ ધાધલ (રહે. મોણપર) અને રૂપેસ શાતાક નાંઢા (રહે. આમરોલી, સુરત) નું નામ આપતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસે છેતરપીંડી, આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે. સંતાનમાં એક દીકરી તથા બે દીકરા છે. તેમજ તેમના પત્નીના નામનુ ભોજરાજપરામાં વિસ્તારમાં ૬૬ યુ મકાન આવેલ હોઇ અને જે વેચવાનું વારનુ મકાન હોઇ જેથી મકાન ઉપર વેચવા માટેનુ બોર્ડ મારેલ હતું. જે વાંચીને કરણ ભાઈ તેઓની પાસે આવેલ અને કહેલ કે, મકાન વેંચવાનુ છે જેથી હા પાડતા કરણ તેની સાથે દીવ્યેશ બારડ પણ આવેલ અને વાત થયેલ કે, મારા પાસે એક પાર્ટી છે, મારી પાસે એક જમીન મોણપર ગામે પ્રતાપ ધાધલની જમીન છે અને ત્યા રૂપેશ નાંઢાને કાકરીનો ભરડીયો બનાવવોનો છે.

તેમજ દીવ્યેશે કહેલ કે, આપણે આ પ્રતાપ મોણપરવાળાની કુલ ૨૫ વીદ્યા જમીન હોઈ જે એક વીઘા જમીન આપણે ૩૨૦ લાખમાં એમ કુલ રૂપ કરોડ પુરામાં લઈને આપણે આ સામાવાળી પાર્ટીને એક વીદ્યા ના રૂ. ૨૮ લાખમાં આપી દઈશુ, જે જમીનના એક વીધામાં જે રૂ.૮ લાખ ઉપરના પૈસા મળશે એ તેઓ રાખશે અને તમારા મકાનની રૂ.૧.૨૦ કરોડ થાય છે તે હું તમને આપીશ અને આ રૂપેશ જે જમીન પટેલની હોઈ તો જ લેવાની છે.

કેમ કે, આ જમીન તમારી છે, તેમ રૂપેશભાઈને કહેલ અને તેમજ તમારે કહેવાનું છે. બાદમાં ફરીયાદી તેનો પુત્ર તેમજ દીવ્યેશ સાથે પ્રતાપની મોણપર ગામે આવેલ વાડીએ તા.૨૧/૧૧/૨૦૨૩ ના ગયેલ અને જયાં પ્રતાપ સાથે વાત કરેલ કે, તમારી એક વિઘા જમીનના રૂ.૨૦ લાખ એમ કુલ-૨૫ વીદ્યાની જમીન રૂપ કરોડ પુરામાં રાખીએ છીએ પરંતુ આ પ્રતાપએ કહેલ કે, આ વાડી મોટી રકમમાં જમીન મારી પાસેથી લો છો તો તમારે મને સુધી પેટે રૂ.૨ કરોડ આપવા પડે, જેથી ફરીયાદી અને તેનો પુત્ર વચ્ચેટીયા તરીકે રહેલ હતાં.

દરમિયાન દીવ્યેશ સાથે વાત કરેલ કે, આ પ્રતાપભાઈ તો બાના પેટે વધારે રકમની વાત કરે છે અને આપણે તો જે રૂ.૨૫ લાખની વાત થયેલ છે, તો તેણે કહેલ તમો અત્યારે રૂ.૨.૫૦ લાખ આપી દો અને આ સુરતવાળા રૂપેરાભાઈના તમને નંબર આપ્યા જે તેની સાથે વાત કરી લો, જેથી રૂપેરાભાઈને વાત કરતા તેણે ગોંડલ ખાતેના નાની બજારમાં આવેલ પીએમ આંગડીયામાં રૂ ૨.૫૦ લાખનુ આંગડીયુ મોકલી વાત કરેલ હતી કે, હું જયારે ગોંડલ આવુ ત્યારે મને સાટાખત કરી આપશો ત્યારે હું તમને બાના પેટે રૂ.૪ કરોડ રોકડા આપીશ તેમ વાત થયેલ હતી.

બાદમાં તેઓએ ગોંડલ જઈ આંગડીયામાંથી રૂપીયા ઉપાડીને પ્રતાપભાઈને આપેલ હતા. જે વહીવટ દરમ્યાન પ્રતાપભાઈની સાથે વાત થયેલ કે, તમને રૂ. ૧ કરોડ આપીશુ જયારે તમે નોટરી સાટાખત કરી આપો અને જેની ત્રણ મહીનાની મુદત રહેશે.જે બાદ તા.૨૭/૧૧/૨૦૨૩ ના તેઓના ઘરે પ્રતાપ ધાધલ, દીવ્યેશ બારડ, કરણ આવેલ અને દીવ્યશે વાત કરેલ કે, તમારૂ પ્રતાપ સાથેનું સાટાખત થઇ જાય પછી તમારે રૂપેશને સાટાખત કરી આપવાનુ છે

ગોંડલ પોલીસે છેતરપીંડી, આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો. મોણપર ગામની જમીનનો હવાલો નાંખી રૂ.૫૦ લાખ ખેડૂત પાસેથી પડાવી હવામાં ફાયરીંગ કરી આરોપી પ્રતાપે કહ્યું, અત્યારે દિપડા ભગાડવા ફોડી છે, રૂપિયા માંગશો તો તમારી પર ફટશે અને આપણે બન્નેએ એક કલાક રૂ.૧ કરોડ રોકવાના થશે અને જે બાદ આ સુરતવાળા પૈસા આપશે તેમા તમારા મકાનના પૈસા તમને મળી જશે તેમ વાત થયેલ હતી.

આરોપી દીવ્યેશએ કહેલ કે, આ સુરતવાળા રૂપેશભાઈ ગોંડલમાં આવી ગયેલ છે જેથી ગોંડલમાં કોર્ટની પાસે અશોકભાઇ ચાંગેલાની ઓફીસમાં ફરીયાદી તેના પુત્ર તેમજ આરોપીઓ ત્યાં ગયેલ અને જેમાં વાત પ્રમાણે ખેડૂતના પત્નીના નામનુ ભોજરાજપરાનુ મકાનની કિંમત રૂ.૧.૨૦ કરોડ ગણેલ અને પ્રતાપભાઈને નોટરી સાટાખત કરી આપેલ અને જેમાં પ્રતાપભાઈને કુલ રોકડ રૂ.૫૦ લાખ તથા દીવ્યેશભાઈએ રોકડ રૂ. ૫૦ લાખ પુરા આપેલ અને કુલ ૩૨.૨૦ કરોડ રકમ અમારી થયેલ હતી.

બાદમાં સુરતવાળી પાર્ટી રૂપેશભાઈ નાંઢાના નામનો સાટાખત કરવાનો હોઈ જેથી દીવ્યેશ બારડે કહેલ કે, હું સુરતની પાર્ટી રૂપેશભાઈને તમારા ઘરે લઈને આવીશ તેમજ પ્રતાપભાઈને થોડે દુર મુકીને આવુ છું, જે બાદ તેઓના મકાને દીવ્યેશ તેની સાથે રૂપેશ તથા કરણ આવેલ અને તેઓને કહેલ કે, અમારે આગાઉ વાત થયા મુજબ આ રૂપેશને સાટાખત સાયોસાય
થઇ ગયેલ અને તૈયાર હોઇ જેથી સાટાખત વાંચીને સહી કરી આપો, જેથી રૂપેશએ કહેલ કે, મારા રૂપીયા રાજકોટ આંગડીયામાં આવે છે, જે હુ રૂ૪ કરોડ લઈ બપોરના પરત આવુ છું, જેથી ફરિયાદીના પુત્ર લખને કહેલ કે, હું તમારી સાથે આવુ છું, જેથી દીવ્યેશએ કહેલ કે, લખનભાઈ તમારે સાથે નથી જવુ મારી પાર્ટી ઉપર મને ભરોશો છે. એ રાજકોટથી પૈસા લઇ આવી જશે.

જે બાદ દીવ્યેશ તથા કરણ પોતાનીરીતે જતા રહેલ જે બાદ સાંજના ચાર વાગતા રૂપેશ પૈસા લઈને ન આવતા ફોનમાંથી તેઓને ફોન કરતા તેઓએ કહેલ કે, અહીં રાજકોટમાં આંગડીયામાં પૈસા નથી અને કમીશન વધારે માંગે છે તેથી હુ સુરત પૈસા લેવા માટે જાવ છું કાલે આવું છું અને આવીને આ સાટાખતમાં સહીં કરી આપીશ તેમ વાત કરેલ હતી. જે બાદ દીવ્યેશને વાત કરેલ કે, રૂપેશ કાલ પૈસા આપવાનું કહે છે અને સુરત પૈસા લેવા માટે જાય છે જેથી આ દીવ્યરો કહેલ કે, હું વાત કરી લવ છુ, જે બાદ ફરીયાદીએ પોતાની રીતે આંગડીયા પેઢીમાં પૈસા હોઇ કે નહીં તે બાબતે જાણતા તે ખોટુ હોવાનુ જાણાય આવેલ અને પોતાની સાથે ખોટુ થયેલનુ સામે આવ્યું હતું.

જે બાદ તેઓનો પુત્ર મોણપર ગામે પ્રતાપને મળેલ અને કહેલ કે, અમારી સાથે કોઈરમાય છે અને સ્વ થયેલ છે.રૂ.૫૦ લાખ પરત આપો જેથી પ્રતાપએ કહેલ કે, પૈસા બૈસા કાઈ નહીં મળે અને જે આપણે સાટાખત થયેલ છે તેમ ચાલ અને મને મકાનની ચાવી આપી દે. તેમજ પ્રતાપએ તેની બંદુકમાંથી દ રાઉન્ડ હવામાં ડરાવવા માટે ફોડેલ જેથી તેને કહેલ કે, તમે કેમ આ ફાયરીંગ છો, તો કહેલ કે, અહીં દીપડા આવે છે જેથી અહીં આવે નહીં એટલે ફોડયા અને જો તમે આ પૈસા કે જમીન લેવા આવશો તો આ બંદુક તમારી સગી નહી થાય અને તમારી ઉપર પણ ફૂટશે તેમ કહેતા તે ભયના માર્યા જતા રહેલ હતાં.

જે બાદ દિવ્યેશ તથા રૂપેશને ફોન કરતા પોતે બહાર લગ્નમાં તથા કામમાં છે તેમ બહાના બતાવતા હતા. જે બાદ આ દીવ્યેશને ફોન કરતા કહેલ કે, સામી પાર્ટી કહે છે કે આ દરબારની જમીન છે જેથી લોચા હોઈ અને પ્રેસનોટ આપવી પડશે. જેથી તેઓએ તે પણ આપેલ અને તેની સમયમર્યાદા દીન ૧૫ ની પુરી થતા રૂપેશને ફોન કરી સમય પુરો ગયેલ હોઇ અને આવો તેમ કહેતા તેણે કહેલ કે, મારી પાસે જે પૈસા હતા તે રોકાય ગયેલ છે અને પૈસાની વ્યવસ્થા થશે ત્યારે આવીશ.બાદમાં આરોપીએ કોઈ જવાબ ન આપતાં તેઓ સાથે છેતરપીંડી થયાનું સામે આવતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાણંદ નજીક કાર કેનાલમાં ખાબકતા 3 ના મોત, મહિનામાં ત્રીજીવાર કાર કેનાલમાં ખાબકી,જિલ્લામાં અકસ્માતના 3 બનાવ – 6નાં મોત

આ પણ વાંચો:નર્મદા વિભાગની ઘોર બેદરકારી, કેનાલમાં સફાઈના નામે ભ્રષ્ટાચારનો આક્ષેપ, દીવાલ પાસે ગાબડું પડ્યું હોવાથી અકસ્માતનો ભય

આ પણ વાંચો:રિલ બનાવવા થયા પાગલ, ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકી, 3 લોકો લાપતા