ભાવ વધારો/ છેલ્લા એક મહિનામાંં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં લાગી આગ, આજે ફરી વધ્યો ભાવ

એક તરફ કોરોનાનાં દૈનિક કેસો ઘટી રહ્યા છે ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલનાં ભાવો સતત વધી રહ્યા છે. પેટ્રોલનાં ભાવ આજે ફરી વધ્યા છે. વળી ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે.

Top Stories Business

એક તરફ કોરોનાનાં દૈનિક કેસો ઘટી રહ્યા છે ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલનાં ભાવો સતત વધી રહ્યા છે. પેટ્રોલનાં ભાવ આજે ફરી વધ્યા છે. વળી ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં પેટ્રોલનાં દરમાં 7.18 રૂપિયા જેટલો વધારો થયો છે, જ્યારે ડીઝલનાં દરમાં 7.45 રૂપિયા જેટલો વધારો થયો છે. ભારતમાં નવીનતમ ડીઝલ પેટ્રોલ દર આ સમયે આકાશને સ્પર્શી રહ્યો છે. ફ્યૂઅલ રેટમાંં વધારાને કારણે સામાન્ય નાગરિકો પર ભાર વધ્યો છે. આજે પેટ્રોલનો ભાવ 28 પૈસા અને ડીઝલનો ભાવ 26 પૈસાનો વધારો થયો છે.

આશ્ચર્યચકિત ઘટના / સૌરાષ્ટ્રના આકાશમાં UFO જેવી વસ્તુ દેખાઈ, સોરઠ-ઉપલેટામાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા,ભારે કુતૂહલ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં થયેલા વધારાને કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલ ડીઝલનો દર વધી રહ્યો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘણી વખત વધારો થયો છે. પેટ્રોલનાં ભાવની સાથે ડીઝલનાં ભાવ પણ આકાશને સ્પર્શવા લાગ્યા છે. ગયા મહિને મુંબઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 96.81 રૂપિયા હતો, પરંતુ એક મહિનામાં તેની કિંમત વધીને 103.69 રૂપિયા થઈ ગઈ છે. વળી ડીઝલનો ભાવ ગયા મહિને 87.79 રૂપિયા હતો, પરંતુ જૂનમાં ડીઝલની કિંમત 95.77 રૂપિયા હતો. ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 રૂપિયાથી વધુ છે. પેટ્રોલનાં નવા ભાવ દરરોજ સવારે જારી કરવામાં આવે છે. 22 જૂન મંગળવારે પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર 28 પૈસાનો વધારો થયો છે. વળી ડીઝલનાં દરમાં પણ 26 પૈસાનો વધારો થયો છે.

કાર્યવાહી / વડાપ્રધાનને પ્રતીક્ષા કરાવનાર ભૂતપૂર્વ સચિવ અલાપન સામે કેન્દ્રની કાર્યવાહી, નિવૃતિનો ફંડ અટકી શકે છે

જાણો ક્યા પેટ્રોલ પહોંચ્યુ 100 પાર

રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો છૂટક ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયો છે. આ સિવાય મેટ્રો સિટી મુંબઇ, હૈદરાબાદ અને બેંગ્લોરમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરનાં આંકને પાર કરી ચૂક્યું છે.

નોટિસ / યુપી પોલીસે ટ્વિટરના એમડી ને હાજર રહેવા માટે નોટિસ મોકલી

સ્થાનિક બજારમાં ઇંધણનાં ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઓઇલ કંપનીઓએ 20 જૂને પેટ્રોલનાં ભાવમાં લિટર દીઠ 29 પૈસા અને ડીઝલનાં ભાવમાં 28 પૈસાનો વધારો કર્યો છે. જે પછી રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 97 રૂપિયા પ્રતિ લિટરની ઉપર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ 88 રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચી ગયું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….