Sports/ નીરજ ચોપડાએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યું,જાણો

નીરજે ઓલિમ્પિકમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે તે તેનાથી પણ આગળ નીકળી ગયો છે.

Top Stories Sports

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ નેશનલ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. નીરજ હાલમાં પાવો નુર્મી ગેમ્સ-2022માં ભાગ લઈ રહ્યો છે અને ત્યાં તેણે 89.30 મીટરનો થ્રો કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. ઓલિમ્પિક બાદ નીરજની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ છે અને તેણે આ કારનામું કરીને રેકોર્ડ બનાવ્યો છે. નીરજે ઓલિમ્પિકમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે તે તેનાથી પણ આગળ નીકળી ગયો છે.