શું આ છે વિકાસ?/ દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં લાગ્યા તાળાં, 108 એમ્બ્યુલન્સના દર્દીઓને પણ સારવાર ન મળી

સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ ડોક્ટર હાજર નહીં હોવાને કારણે હોસ્પિટલમાં તાળા લાગ્યા હતા.મહત્વનું છે કે 42 ગામની વચ્ચે દ્વારકામાં એક જ સિવિલ આવેલી છે.

Top Stories Gujarat Others
સિવિલ હોસ્પિટલમાં

દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં તાળા લાગતા દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.મળતી માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ ડોક્ટર હાજર નહીં હોવાને કારણે હોસ્પિટલમાં તાળા લાગ્યા હતા.મહત્વનું છે કે 42 ગામની વચ્ચે દ્વારકામાં એક જ સિવિલ આવેલી છે.જોકે 108 દ્વારા આવેલા દર્દીઓને પણ સારવાર ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Untitled 34 દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં લાગ્યા તાળાં, 108 એમ્બ્યુલન્સના દર્દીઓને પણ સારવાર ન મળી

દ્વારકાની સિવિલ હોસ્પિટલ માંદગીના ચોથા સ્ટેજ ઉપર ચાલી રહી છે. આજે વહેલી સવારથી દ્વારકા સરકારી હોસ્પિટલમાં એક માત્ર ડોક્ટર રજા ઉપર ચાલ્યા જતા સ્થાનિક અને દૂર દૂરથી આવતા દર્દીઓ પીળા સાથે ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા હતા .

Untitled 35 દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં લાગ્યા તાળાં, 108 એમ્બ્યુલન્સના દર્દીઓને પણ સારવાર ન મળી

દ્વારકા શહેર સહિત જિલ્લાભરના ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે આર્શિવાદ સમાન સીવીલ હોસ્પિટલમાં એક માત્ર ડૉક્ટર છે.  જ્યારે ડોકટર રજા પર હોય છે ત્યારે નિષ્ણાંત તબીબોના અભાવે દર્દીઓના સ્વજનોને અસંતોષકારક સેવા મળી રહી છે. કડકડતી ઠંડીમાં દિવસોમાં દૂર દૂરથી અત્રે તબીબી સારવાર લેવા આવતા દર્દીઓને નિષ્ણાંત તબીબોના અભાવે ધરમધકકા થતા હોય છે. અથવાતો દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવા મજબૂર થવું પડે છે.

Untitled 36 દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં લાગ્યા તાળાં, 108 એમ્બ્યુલન્સના દર્દીઓને પણ સારવાર ન મળી

દ્વારકા સરકારી હોસ્પિટલના મુખ્ય અધિકારી ચંદારાણા સાહેબની મુલાકાત લેતા તેમણે જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષથી ઉચ્ચકક્ષાએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ 80% થી વધુ ન સ્ટાફ ભરતી કરવામાં આવતો ન હોવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે.

આ પણ વાંચો:નેચર સફારીને એક વર્ષ થયું પુર્ણ, પ્રવાસીઓએ પ્રકૃતિ સાથે સિંહ દર્શનનો માણ્યો આનંદ

આ પણ વાંચો:CTM ડબલ બ્રિજ ઉપરથી યુવતીએ ઝંપલાવ્યું, ઘટનાનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો:અશાંતધારા મુદ્દે રાંદેર ગોરાટ વિસ્તારની 4 સોસા.ના લોકોએ કલેક્ટરને આપ્યું આવેદન

આ પણ વાંચો:છત વગરનું ભણતર, સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ખુલ્લામાં બેસી ભણવા મજબુર બન્યા બાળકો

આ પણ વાંચો:ભાવનગરમાં 10,5ના સિક્કાને લઈને ગેરસમજ, વેપારી ,ગ્રાહકોનો સિક્કા સ્વિકારવાનો ઈન્કાર