Not Set/ આતંકી બગદાદીના મૃતદેહને દરિયામાં દફનાવી દેવાયો

વોશિંગ્ટન, અમેરિકાએ ઈસ્લામિક સ્ટેટના ચીફ અબુ બકર અલ બગદાદીને ‘કૂતરાની મોતે’ મારી નાખ્યા પછી બગદાદીના મૃતદેહનું શું થયું તે અંગેના સવાલો થઈ રહ્યા છે. અમેરિકાના સંરક્ષણ સૂત્રોએ આ અંગે સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે  બગદાદીના મોત બાદ ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો અને પછી તેના મૃતદેહને દરિયામાં દફનાવી દેવામાં આવ્યો છે. અમેરિકાની સેનાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન […]

Top Stories World
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahia 5 આતંકી બગદાદીના મૃતદેહને દરિયામાં દફનાવી દેવાયો

વોશિંગ્ટન,

અમેરિકાએ ઈસ્લામિક સ્ટેટના ચીફ અબુ બકર અલ બગદાદીને ‘કૂતરાની મોતે’ મારી નાખ્યા પછી બગદાદીના મૃતદેહનું શું થયું તે અંગેના સવાલો થઈ રહ્યા છે. અમેરિકાના સંરક્ષણ સૂત્રોએ આ અંગે સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે  બગદાદીના મોત બાદ ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો અને પછી તેના મૃતદેહને દરિયામાં દફનાવી દેવામાં આવ્યો છે.

અમેરિકાની સેનાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન માર્ક મિલીએ જણાવ્યું હતું કે બગદાદીના શબનો ડીએનએ ટેસ્ટ કર્યા બાદ તેને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યો. આ પછી તેના મૃતદેહનો દરિયામાં નિકાલ કરવામાં આવ્યો.

અમેરિકાની સેનાએ શનિવારે સાંજે સીરિયાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં ઈદલિબના બારિશા ગામમાં કાર્યવાહી કરીને બગદાદી સહિત ઘણાં આતંકીઓને ઠાર કર્યા હતા. અમેરિકાના કમાન્ડોએ પોતાને સંપૂર્ણ રીતે ઘેરી લીધા બાદ બગદાદીએ પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો.અમેરિકાની સેનાના ટોપ જનરલે જણાવ્યું.

આ પહેલા અમેરિકાએ ખુંખાર આતંકી ઓસામા બિન લાદેનને ઠાર કર્યા પછી પણ આ પ્રકારે તેના મૃતદેહને દરિયામાં દાટી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.