Not Set/ પેપરલીક મામલે એક શખ્સની ધરપકડ, હજી પણ વધુ આરોપીઓની થઇ શકે છે ધરપકડ

અમદાવાદ, રાજયમાં ચર્ચાના ચગડોળે ચડેલા લોકરક્ષક દળના પેપર લીક મામલે પોલીસે દિલ્હીની ગેંગના એક સભ્યની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે પોલીસ આ કેસના આરોપી યશપાલસિંહ સોલંકીને દિલ્હી લઇ ગયા બાદ પોલીસને દિલ્હીની ગેંગ સુધી પહોંચવામાં સફળતા મળી છે. જેમાં અહીથી લઇ ગયેલા વિધાર્થીઓને દિલ્હીમાં પેપર બતાવવા અને અન્ય વ્યવસ્થા કરનાર વિનિતને પણ […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 89 પેપરલીક મામલે એક શખ્સની ધરપકડ, હજી પણ વધુ આરોપીઓની થઇ શકે છે ધરપકડ

અમદાવાદ,

રાજયમાં ચર્ચાના ચગડોળે ચડેલા લોકરક્ષક દળના પેપર લીક મામલે પોલીસે દિલ્હીની ગેંગના એક સભ્યની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે પોલીસ આ કેસના આરોપી યશપાલસિંહ સોલંકીને દિલ્હી લઇ ગયા બાદ પોલીસને દિલ્હીની ગેંગ સુધી પહોંચવામાં સફળતા મળી છે.

જેમાં અહીથી લઇ ગયેલા વિધાર્થીઓને દિલ્હીમાં પેપર બતાવવા અને અન્ય વ્યવસ્થા કરનાર વિનિતને પણ પકડી લેવામાં આવ્યો છે. તેમજ આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે તેના રિમાન્ડ માંગવામાં આવ્યા છે.

LRD પેપર લીક મામલો : મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકીની પોલીસે મહીસાગરથી કરી ધરપકડ

અટકાયત કરવામાં આવેલા આરોપી પાસેથી પૂછપરછ દરમિયાન બીજા અન્ય ખુલસાઓ થાય તેવી પણ શક્યતાઓ છે. દિલ્હીમાં અમુક લોકેશનની વિગતો તથા સીસીટીવીને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે.

મહત્વનું છે, કે પેપર લીક કૌંભાડમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ અર્થે દિલ્હી, ગુડગાવ અને રાજસ્થાન આરોપીઓ સાથે મકલવામાં આવ્યા હતા. પેપર લીક મામલે આખું ષડયંત્ર કેવી રીતે રચાયું, ક્યાં તે લોકો રોકાય હતા, ત્યાં તેઓ કોને કોને મળ્યા હતા અને કયા વાહોનોનો ઉપયોગ કર્યો હતો તેની ચકાસણી કરી હતી. પોલીસે મહિસાગરના વીરપૂરથી આરોપી યશપાલની ધરપકડ કરી હતી