Not Set/ live: SCનો મહત્વનો નિર્ણય, આવતીકાલે સાંજે ૪ વાગ્યા સુધી કરવામાં આવે ફ્લોર ટેસ્ટ

આજે સુપ્રીમકોર્ટમાં ત્રણ જજોની ખંડપીઠ ફરીથી સુનવણી કરશે. સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પા સરકાર પાસેથી એ સમર્થન પત્ર માંગ્યું છે.  તેમણે સરકાર બનાવવાનો દાવો રજુ કરતી વખતે કર્ણાટકના રાજ્યપાલને સોપ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એ કે સિકરીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની બેંચ આજે 10:30 વાગ્યે આ મામલે સુનાવણી શરુ કરી હતી. ત્યારે હવે સુપ્રીમ કોર્ટ આ મામલે મહત્વનો […]

Top Stories India Trending
TH08BRIEFLY1AGNS2Q3KDI3jpgjpg live: SCનો મહત્વનો નિર્ણય, આવતીકાલે સાંજે ૪ વાગ્યા સુધી કરવામાં આવે ફ્લોર ટેસ્ટ

આજે સુપ્રીમકોર્ટમાં ત્રણ જજોની ખંડપીઠ ફરીથી સુનવણી કરશે. સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પા સરકાર પાસેથી એ સમર્થન પત્ર માંગ્યું છે.  તેમણે સરકાર બનાવવાનો દાવો રજુ કરતી વખતે કર્ણાટકના રાજ્યપાલને સોપ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એ કે સિકરીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની બેંચ આજે 10:30 વાગ્યે આ મામલે સુનાવણી શરુ કરી હતી.

ત્યારે હવે સુપ્રીમ કોર્ટ આ મામલે મહત્વનો નિર્ણય લેતા આવતીકાલે એટલે કે શનિવાર સાંજે ૪ વાગ્યા સુધીમાં બહુમતી પરીક્ષણ કરવા માટે આદેશ આપ્યો છે.

આ મામલે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ રાખી રહેલા પૂર્વ સોલિસિટર જનરલ મુકુલ રોહતગીએ તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરાવવા પર વિરોધ દર્શાવ્યો છે. તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સમય આપવામાં આવે”. આ રાજ્યપાલનો વિશેષાધિકાર છે. એક દિવસમાં ફ્લોર ટેસ્ટ પાસ કરવાનો આદેશ આપીને સંતુલન બનાવી શકાતું નથી”.

કપિલ સિબ્બલે જણાવ્યું, અમારી પાસે કોંગ્રેસ અને જેડીએસના તમામ ધારાસભ્યોના હસ્તાક્ષરવાળી ચિઠ્ઠી છે. જયારે રોહતગી અને તુષાર મહેતાએ કહ્યું, ફ્લોર ટેસ્ટથી જ સત્ય સામે આવશે.

જયારે સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, “બંને પક્ષો દ્વારા પોત-પોતાના દાવા કરવામાં આવ્યા છે. અમે કાયદાના અનુસાર નિર્ણય કરશે. કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જોઈએ.

સિંઘવીએ જણાવ્યું, “યેદિયુરપ્પાએ કહ્યું હતું કે,

“અમારી પાસે બહુમતી માટે MLA છે, પરંતુ ABC કોની કોની સાથે છે. બીજી બાજુ કોંગ્રેસ – જેડીએસ દ્વારા તમામ ૧૧૭ ધારાસભ્યોના નામ લખીને રાજ્યપાલને આપ્યા છે”.

“રાજ્યપાલ કેવી રીતે ભાજપને બહુમતી હાંસલ કરવા માટે મૌકો આપી શકે છે, જયારે કોંગ્રેસ-જેડીએસ પાસે પુરતી સંખ્યામાં MLA છે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “જયારે હવે આવતીકાલે બહુમત હાંસલ કરવા માટે વિધાનસભાના ગૃહને બોલાવવામાં આવે છે, ત્યારે આ મામલે રાજ્યપાલ કોઈ કાયદાકીય નિર્ણય લઇ શકે છે”.

બીજી બાજુ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના ગુજરાતના રાજકોટ સ્થિત ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

વકીલ રામ જેઠમલાણી સુપ્રીમકોર્ટમાં હાજર.

યેદિયુરપ્પાએ ત્રીજીવાર કર્ણાટકના સીએમ પદની કમાન સંભાળી.

યેદિયુરપ્પાએ 15 દિવસમાં બહુમત સાબિત કરવી પડશે.

વરિષ્ઠ વકીલ શાંતિ ભૂષણ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ.

કોંગ્રેસ નેતા અને વકીલ પી. ચિદમ્બરમ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા.

મુકુલ રોહતગી અને એટર્ની જનરલ કેસી વેણુગોપાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં. હાલ બંને લોકો કોર્ટ રૂમની અંદર હાજર છે.

કર્ણાટક વિધાનસભાની 222 બેઠક પર આવેલી પરિણામોમાં.

ભાજપ-104.

કોંગ્રેસ-78.

જેડીએસ-38 અને અન્યને 2 બેઠક મળી છે. વિપક્ષની સરકાર બનશે કે બીજેપી બહુમતી સાબિત કરશે એ જાણવામાં આખા દેશને રસ છે. જ્ય્રારે સરકાર બનાવવા માટે જરૂરી બેઠકો 112 છે. આમ કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી.

રાજ્યપાલે પોતાના વિવેકના આધારે નિર્ણય લેતાં સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવાનું નિમંત્રણ આપ્યું. જયારે કોંગેસ-જેડીએસતેમની પાસે બહુમતના આંકડા હોવાનો દાવો કરી રહ્યા છે.

જો કે આ અગાઉ બુધવારે રાતે કોંગ્રેસ અને જેડીએસની લીગલ ટીમ દ્વારા રાજ્યપાલ વજુભાઇ વાળાએ બી એસ યેદિયુરપ્પાને આપેલા આમંત્રણને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. મોડી રાતે સર્જાયેલા હાઇ વોલ્ટેજ ડ્રામામાં કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને યેદિયુરપ્પાને સરકાર રચવા અપાયેલા આમંત્રણને પડકાર્યું હતું.