Not Set/ રાજકોટ હીરાસર એરપોર્ટ મુખ્ય રન-વેનું કામ 70 ટકા જેટલું પૂર્ણ,રૂ.279 કરોડના ખર્ચે આ મેઇન ટર્મિનલ નિર્માણ

રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના બે મોટા ડ્રીમ પ્રોજેક્ટ એઇમ્સ હોસ્પિટલ અને હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ ઝડપથી પુર્ણ કરવા આ બન્ને પ્રોજેક્ટ ઝડપથી પુર્ણ કરવા માટે વહીવટી અને સિવિલ વર્કની

Gujarat Trending
hirasar airport રાજકોટ હીરાસર એરપોર્ટ મુખ્ય રન-વેનું કામ 70 ટકા જેટલું પૂર્ણ,રૂ.279 કરોડના ખર્ચે આ મેઇન ટર્મિનલ નિર્માણ

રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના બે મોટા ડ્રીમ પ્રોજેક્ટ એઇમ્સ હોસ્પિટલ અને હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ ઝડપથી પુર્ણ કરવા આ બન્ને પ્રોજેક્ટ ઝડપથી પુર્ણ કરવા માટે વહીવટી અને સિવિલ વર્કની કામગીરી તેજ બનાવવામા આવી છે. દરમિયાન હીરાસર એરપોર્ટના કામની છેલ્લી સ્થિતિ શું છે? કામ ક્યા પહોંચ્યુ છે? એ સહિતની માહિતી જાણવા માટે ગત સપ્તાહે કલેકટરે સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમા સિટી અને ગ્રામ્ય પ્રાંત અધિકારી, ચોટિલા પ્રાંત, પીજીવીસીએલના અધિકારી, રાજકોટ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

rjt coll arun રાજકોટ હીરાસર એરપોર્ટ મુખ્ય રન-વેનું કામ 70 ટકા જેટલું પૂર્ણ,રૂ.279 કરોડના ખર્ચે આ મેઇન ટર્મિનલ નિર્માણ

 

ચાલુ મહિનાના અંતમાં ટેન્ડર ફાઇનલ, રૂ.279 કરોડના ખર્ચે આ મેઇન ટર્મિનલ નિર્માણ

રાજકોટના અમદાવાદ હાઇ-વે પર હીરાસર પાસે નવા ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જ્યારે મુખ્ય ટર્મીનલના બાંધકામ માટે થયેલી ટેન્ડર પ્રક્રિયામાં 18થી વધુ એજન્સીએ રસ દાખવ્યો હતો. તેનુ ટેન્ડર ખુલ્યુ છે. રૂ.279 કરોડના ખર્ચે આ મેઇન ટર્મિનલ નિર્માણ થશે. ટેન્ડર પ્રક્રિયામાં રસ દાખવનાર 18 એજન્સીમાંથી અમદાવાદની યશનંદ એન્જિનીયર એન્ડ ક્ધસ્ટ્રકશન નામની એજન્સીને એજન્સીને કામ આપવા માટે દરખાસ્ત થશે. ચાલુ મહિનાના અંતમાં ટેન્ડર ફાઇનલ થઇ જાય તેમ જાણવા મળ્યું છે.

Rajkot greenfield airport: Why Hirasar in Gujarat is set to get a new  airport; details here - The Financial Express

એરપોર્ટના મુખ્ય રન-વેનું કામ 70 ટકા જેટલુ પુર્ણ

એરપોર્ટના મુખ્ય રન-વેનું કામ 70 ટકા જેટલુ પુર્ણ થઇ ચુક્યુ છે. એ સિવાય ટર્મીનલ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામા આવી હતી તેમા 18થી વધુ એજન્સીએ ભાગ લીધો હતો. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પ્રથમ તબક્કામાં જ રૂ.2654 કરોડથી વધુ રકમની ફાળવણી કરી દીધેલી છે.દરમિયાન મુખ્ય ટર્મિનલ માટે થયેલી ટેન્ડર પ્રક્રિયામાં 18 એજન્સીઓએ ભરેલા ટેન્ડર ખોલવામા આવ્યા છે.

18 Bidders for Rajkot Airport's Terminal Contract at Hirasar - The Metro  Rail Guy

ટેન્ડર ખુલ્યા બાદ કેન્દ્રિય ઉડયન મંત્રાલયને મોકલવામા આવશે

અમદાવાદની એક એજન્સી એલ-1 તરીકે આવી હોવાનું જાણવા મળ્યુ છે. રૂ.279 કરોડના ખર્ચે આ મુખ્ય ટર્મિનલ બનવાનું છે. ટેન્ડર ખુલ્યા બાદ કેન્દ્રિય ઉડયન મંત્રાલયને મોકલવામા આવશે. ચાલુ મહિનાના અંતમાં ટેન્ડર ફાઇનલ થવાની શક્યતા વ્યક્ત કરવામા આવી રહી છે.નોંધનીય છે કે, હિરાસરમાં 2500 એકરમાં નિર્માણ થનાર નવા એરપોર્ટમાં 4 લાખ ચો.મી. જેટલી જમીન સંપાદન કરવામા આવી છે. જેમા હીરાસર ગામના 17 સર્વે નંબર, ચોટિલા તાલુકાના ગારીડા ગામના 6 સર્વે નંબર સહિતના વિસ્તારમાં જમીન સંપાદન થઇ છે.

sago str 5 રાજકોટ હીરાસર એરપોર્ટ મુખ્ય રન-વેનું કામ 70 ટકા જેટલું પૂર્ણ,રૂ.279 કરોડના ખર્ચે આ મેઇન ટર્મિનલ નિર્માણ