કાલોલ,
કાલોલ બસ સ્ટેશન પાસે દારૂ ભરેલી કારના ચાલકે 2 ઉપરાંત રાહદારીને અડફેટે લીધા, દારૂ ભરેલી કારનો પોલીસે પીછો કરતાં કારચાલકે કારને હંકારતા કાલોલ બસ સ્ટેશન પાસે 2 રાહદારીઓને અડફેટે લીધા, જેના લીધા રાહદારીઓ ઘાયલ થયા હતા.
કાર ચાલકે રાહદારીઓને અડફેટે લેતા ઉશ્કેરાયેલા લોકટોળા એ કારને અટકાવી કારના કાચ તોડ્યા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો. પોલીસે કારમાંથી બિયર તેમજ વિદેશી દારૂ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે..