Not Set/ ગુજરાત વિધાનસભાની આ સીટ પર માત્ર ગણતરીની સેકન્ડોમાં જ થયું ૧૦૦ ટકા મતદાન, જુઓ શું છે સત્ય ?

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શનિવારે યોજાયું હતું. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જીલ્લાની કુલ ૮૯ બેઠક પર મતદાન યોજાઈ હતું. જયારે વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકમાંથી એક સીટ એવી છે કે જ્યાં માત્ર ગણતરીની સેકન્ડોમાં જ ૧૦૦ ટકા મતદાન થઇ ગયું હતું. આ વાત જાણીને તમે નવાઈ પામી શકો છો, પણ આ વાત સત્ય છે. […]

Gujarat
download 5 ગુજરાત વિધાનસભાની આ સીટ પર માત્ર ગણતરીની સેકન્ડોમાં જ થયું ૧૦૦ ટકા મતદાન, જુઓ શું છે સત્ય ?

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શનિવારે યોજાયું હતું.
કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જીલ્લાની કુલ ૮૯ બેઠક પર મતદાન યોજાઈ
હતું. જયારે વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકમાંથી એક સીટ એવી છે કે જ્યાં માત્ર ગણતરીની સેકન્ડોમાં જ ૧૦૦ ટકા મતદાન થઇ ગયું હતું. આ વાત જાણીને તમે નવાઈ પામી શકો છો, પણ આ વાત સત્ય છે.

 

હકીકતમાં, જૂનાગઢ જીલ્લાના બાણેજ ગીર ગામે મહંત ભારતદાસ નામના એક જ વ્યક્તિ રહે છે. સવારે ૧૧ વાગ્યે તેઓએ મતદાન કર્યું હતું અને ૧૦૦ ટકા મતદાન થયું હતું.

ઉલ્લેખનિય છે કે, ગીરના જંગલોની વચ્ચે એક ઐતિહાસિક તીર્થસ્થળ છે, જ્યાં આ સાધુબાબા રહે છે. બાણેજમાં બનેશ્વર મહાદેવ નામનું મંદિર છે, જ્યાંના તેઓ પૂજારી છે.