ઇતિહાસ/ કેસર કેરીનું નામ પહેલા શું હતુ તે જાણો અને જૂનાગઢના નવાબની ભૂમિકા જાણો

ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે લોકો કેસર કેરીની રાહ જોઈને બેઠા હોય છે પરંતુ આ કેસર કેરીનો ઇતિહાસ શું છે એ લોકોને નથી ખબર આ કેસર કેરીનો રોચક ઇતિહાસ છે હાલની કેસર કેરી પહેલા સાલેભાઇની આંબળી કેમ ઓળખાતી આવો જાણીએ….

Gujarat Others
કેસર કેરીનું

ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે લોકો કેસર કેરીની રાહ જોઈને બેઠા હોય છે પરંતુ આ કેસર કેરીનો ઇતિહાસ શું છે એ લોકોને નથી ખબર આ કેસર કેરીનો રોચક ઇતિહાસ છે હાલની કેસર કેરીનું પહેલું નામ સાલેભાઇની આંબળી હતું અને તે  કેમ આ નામથી ઓળખાતી આવો જાણીએ….

કેસર કેરીનું પહેલું નામ સાલેભાઇની આંબળી હતું 1930ની આ ઘટના જ્યાં વંથલીના ઓજત નજીક ચામસી અને રવાયું નામની સીમમાં આંબાના બગીચા આવેલા હતાં. જુનાગઢના વજીર સાલેભાઇ હતા. તેઓ પોતાના ફાર્મ પર મુલાકાત માટે ગયા. ત્યારે તેની બાજુની વાડીમાં કેરીનો પાક જોયો.

આ કેરીનો પાક કરંડિયામાં પેક કરીને પોતાના માંગરોળના મિત્ર જહાંગીર મિયા શેખને ચખાડવા લઈ ગયા. આ પાકેલી કેરી ચાખી અને જહાંગીર મિયાએ પોતાના દરબારીઓને પૂછતા તેમણે કહ્યું કે આજ સુધી આવી કોઈ કેરી અમે ખાધી નથી. ત્યારે બધાના મનમાં સવાલ ઉઠ્યો કે આ કેરીનું નામ શું રાખવું ?? ત્યારે સર્વાનુમતે નિર્ણય થયો કે આ કેરી ની શોધ સાલેભાઇએ કરી તેથી આ કેરીનું નામ સાલેભાઇ ની આંબળી રાખવું. ત્યારથી આ કેરી સાલેભાઈની આંબળી કહેવાતી હતી.આ કેરીની શોધ બદલ સાલેભાઈને સાલેહિંદ નો ઈલ્કાબ પણ અપાયો હતો.

માંગરોળમાં થયેલી આ ઘટનાની જાણ જૂનાગઢના નવાબને થઈ તેમણે આ વિષય પર નિષ્કર્ષ સુધી પહોંચવા માટે બાગાયત શાસ્ત્રના નિષ્ણાંત આયંગર સાહેબની મદદ લીધી. આયંગર સાહેબે સાલેભાઇને મળીને આ આંબાના ઝાડની મુલાકાત કરીને 97 કલમના વર્ધન માટે આદેશ કરવામાં આવ્યો. આ કલમ તૈયાર થતા ઝાડ પરથી ઉતારી અને જૂનાગઢમાં લાવવામાં આવી હતી.બાદ 1934માં આ આંબામાં ફળ આવ્યાં.

આંબામાં હાર્વેસ્ટિંગ કરી તેને ઉતારીને પકવવામાં આવી ત્યારબાદ ફરીથી દરબાર ની અંદર માંગરોળની ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવ્યું અને દરેક દરબારી પાસે આ કેરી વિશે માહિતી પૂછવામાં આવી. ત્યારે દરેક દરબારી દ્વારા કહેવામાં આવ્યું કે આ પ્રકારની સુગંધ અને રેસા વાળું ફળ હજુ સુધી ખાધું નથી અને આ ફળની મીઠાસ કેસર જેવી છે. તેથી આ કેરીને કેસરની માન્યતા આપવામાં આવી ત્યારબાદ થી આજ દિવસ સુધી કેસર કેરી ફક્ત જુનાગઢ જ નહીં પરંતુ દેશ વિદેશ સુધી લોકો તેના ચાહક બન્યા છે અને ઉનાળાની ઋતુમાં કેસર કેરીની સૌ કોઈ રાહ જોઈ બેઠું હોય છે.

તો આ હતો કેસર કેરીનો ઇતિહાસ…આમ નવાબી વખતમાં બનેલી આ ઘટના જેમાં સાલેભાઇની આંબળીથી ઓળખાતી કેરી કેસર કેરી થી ઓળખાઈ રહી છે અને આ કેસર કેરી દેશ વિદેશ સુધી જઈ રહી છે.

આ પણ વાંચો:ખેરાલુમાં રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મોત

આ પણ વાંચો:ભરૂચ GIDCમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી દેખાયા ધૂમાડાના ગોટે ગોટા

આ પણ વાંચો:કાર્યક્રમ અધુરો છોડીને ગૃહરાજ્ય મંત્રી સાબરમતી સેન્ટ્રલ જેલ પહોચ્યા, અનેક તર્ક વિતર્ક

આ પણ વાંચો:કેશોદમાં ફિનાઈલ પીને 3 શ્રમિકોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, કહ્યું – અમારી જોડે ખોટી ખંડણી કરાય છે

આ પણ વાંચો:હવે આ ખાસ સુવિધા પર તૈયાર થશે શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ અને જમવાનું