Exam/ મોકૂફ રખાયેલી GPSCની વિવિધ પરીક્ષાઓ આ તારીખે યોજાશે

કોરોના વાયરસના કહેરને લઇ ને રાજ્યમાં GPSCની વિવિધ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી. જેની તારીખો આજરોજ ફરી જાહેર કરવામાં આવીછે. અગામી 13 જુનથી GPSCની પરીક્ષાઓ યોજવામાં આવશે.

Top Stories Gujarat Trending

કોરોના વાયરસના કહેરને લઇ ને રાજ્યમાં GPSCની વિવિધ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી. જેની તારીખો આજરોજ ફરી જાહેર કરવામાં આવીછે. અગામી 13 જુનથી GPSCની પરીક્ષાઓ યોજવામાં આવશે.

13 જૂનથી GPSCની પરીક્ષા લેવાશે, 20 જૂને RFO પ્રિલિમ્સની પરીક્ષા યોજાશે, 1 અને 8 ઓગસ્ટ DYSO અને STIની પરીક્ષા લેવામાં આવશે.

GPSC દ્રારા આજે નવું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં જુનથી ઓક્ટોબર સુધી યોજનાર તમામ પરીક્ષાઓની તારીખોની જાહેરાત થઇ છે. જેમાં અલગ અલગ 146 જગ્યાઓ પર પ્રિલીમ પરીક્ષા યોજવામાં આવશે. અને અન્ય જાહેરાતની મુખ્ય પરીક્ષાની તારીખ પણ જાહેર કરી છે.કોરોનાના સંક્રમણના પગલે કેલેન્ડર રીવાઈઝ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેર હવે ધીરે ધીરે પોતાનો કહેર ઓછો કરી રહી છે. જન જીવન હવે સામાન્ય થઇ રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા પણ આ મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.