Bagdana Attack/ બગદાણા નવનીત બાલધીયા હુમલા કેસમાં વધુ એક આરોપી પાતુ ભમ્મરની ધરપકડ

બગદાણા (Bagdana)માં નવનીત બાલધીયા પર થયેલા હુમલાના કેસમાં SIT એ વધુ એક આરોપી પાતુ ભમ્મરની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓ પકડાયા છે.

Gujarat Top Stories Others
Bagdana Navneet Baldhiya Case Update

Bagdana Navneet Baldhiya Case Update: ભાવનગર જિલ્લાના બગદાણામાં બહુચર્ચિત નવનીત બાલધીયા હુમલા કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. આ ચકચારી કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી વધુ એક આરોપીને દબોચી લીધો છે.

Bagdana : 15મા આરોપીની ધરપકડ

મળતી વિગતો મુજબ, નવનીત બાલધીયા પર થયેલા હુમલાના કેસમાં પોલીસ છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી હતી. આ તપાસ દરમિયાન પોલીસે પાતુ બાઘા ભમ્મર નામના શખ્સની ધરપકડ કરી છે. આ કેસમાં પકડાયેલો આ 15મો આરોપી છે.

કોર્ટે જેલ હવાલે કરવાનો આપ્યો આદેશ

પોલીસે પાતુ ભમ્મરની ધરપકડ કર્યા બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે મહુવા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ પોલીસે તેને ભાવનગર જેલ ખાતે ખસેડ્યો છે.

વધુ ખુલાસા થવાની શક્યતા

આ કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, છતાં પોલીસ હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં આ કેસમાં અન્ય કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ અને વધુ ધરપકડ થવાની પણ શક્યતા સેવાઈ રહી છે.


આ પણ વાંચો:બગદાણા કેસમાં મોટો ધડાકો, માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની SIT દ્વારા ધરપકડ!

આ પણ વાંચો:બગદાણા હુમલા કેસમાં જયરાજ આહિરની ધરપકડ બાદ ધારાસભ્ય હીરા સોલંકીની પ્રતિક્રિયા

આ પણ વાંચો:જયરાજસિંહ તેમનો ઇતિહાસ તેમના ઘરે રાખે