Today Special/ ભાષાકીય આધાર પર બનાવવામાં આવેલું ભારતનું પ્રથમ રાજ્ય…આજે 1 એપ્રિલ…’ઓડિશા ડે’ની ઉજવણી…

ઓડિશાનું ગઠન મધુસૂદન દાસ, ગોપબંધુ દાસ અને ફકીર મોહન સેનાપતિ જેવા નેતાઓએ કરેલા સંઘર્ષનું પરિણામ છે. 1 એપ્રિલે ઓડિશા દિવસ (Utkala Dibasa)…

Trending Lifestyle
Utkala Dibas, સમ્રાટ અશોક, ગોપબંધુ દાસ, સુદર્શન પટનાયક, ઓડિશા રાજ્ય

Today Special: ‘ઉત્કલ દિવસ’  દર વર્ષે 1 એપ્રિલના રોજ (Utkala Dibasa, Odisha Day 1 April) મનાવવામાં આવે છે જેને વર્ષ 1936માં ઓડિશાને એક અલગ રાજ્યનો દરજ્જો મળ્યાની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. ઓડિશા ભારતનું પ્રથમ રાજ્ય છે કે જેને ભાષાકીય આધાર પર બનાવવામાં આવ્યુ છે, જે ભારતના સંઘીય ઢાંચામાં એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે. આ દિવસ ઓડિયા ભાષા, સંસ્કૃતિ અને રાજકીય ઓળખની માન્યતા માટે સંઘર્ષ કરનારા નેતાઓ અને સંગઠનો, વિશેષ કરીને ઉત્કલ સમ્મિલનીને શ્રદ્ધાંજલિ આપવા માટે મનાવવામાં આવે છે.

Utkala Dibas, સમ્રાટ અશોક, ગોપબંધુ દાસ, સુદર્શન પટનાયક, ઓડિશા રાજ્ય

કલિંગથી આધુનિક ઓડિશા સુધીની ઐતિહાસિક સફર

આધુનિક ઓડિશાનું ક્ષેત્ર ક્યારેક પ્રાચીન કલિંગ સામ્રાજ્યનો ભાગ રહી ચૂક્યો છે, જેને 261 ઈસાપૂર્વે સમ્રાટ અશોક (Samrat Ashok) સાથેને કલિંગ યુદ્ધ માટે ઓળખવામાં આવે છે.

Utkala Dibas, સમ્રાટ અશોક, ગોપબંધુ દાસ, સુદર્શન પટનાયક, ઓડિશા રાજ્ય

આ યુદ્ધ (Kaling War) પછી જ અશોકનું હ્યદય પરિવર્તન થવાથી એણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ત્યાર પછીના સમયમાં સમ્રાટ ના અનુગામી સમ્રાટ ખારવેલ દ્વારા કલિંગના સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવામાં આવ્યો. બ્રિટીશ શાસન દરમિયાન, ઓડિયા ભાષી વિભિન્ન પ્રાંતોમાં વહેંચાઇ ગયા હતા જેથી એમની ભાષાકીય ઓળખ કમજોર બની ગઇ હતી. આ જ કારણે ઓડિયા ભાષીઓએ એક અલગ રાજ્યની માગણી શરુ કરી હતી.

રાજ્ય ગઠન આંદોલન અને ભાષાકીય પુનર્ગઠન

Utkala Dibas, સમ્રાટ અશોક, ગોપબંધુ દાસ, સુદર્શન પટનાયક, ઓડિશા રાજ્ય

ઓડિશાનું ગઠન મધુસૂદન દાસ, ગોપબંધુ દાસ અને ફકીર મોહન સેનાપતિ (Madhusudan Das, Gopbandhu Das and Fakir Mohan Senapati) જેવા નેતાઓએ દશકો સુધી કરેલા સંઘર્ષનું પરિણામ છે.

Utkala Dibas, સમ્રાટ અશોક, ગોપબંધુ દાસ, સુદર્શન પટનાયક, ઓડિશા રાજ્ય

ઉત્કલ સભા (1882) અને ત્યાર બાદ ઉત્કલ સમ્મિલની (1903) જેવા સંગઠનોએ ઓડિયા ભાષી લોકોને સંગઠિત કર્યા અને અલગ રાજ્યની માગણી કરી. પરિણામ સ્વરુપે ઓડિશાને બિહાર અને ઉડીસા પ્રાંત, મદ્રાસ રેસિડેન્સી અને સેન્ટ્રલ પ્રોવિંઝ થી અલગ કરીને કેવળ ઓડિયા ભાષાના આધારે નવા રાજ્યનું ગઠન કરવામાં આવ્યું.

Utkala Dibas, સમ્રાટ અશોક, ગોપબંધુ દાસ, સુદર્શન પટનાયક, ઓડિશા રાજ્ય

Utkala Dibasa ની વિરાસત અને આધુનિક ઉત્સવ

ઓડિશા રાજ્યની રચના સમયે એની રાજધાની કટક હતી જે પછીછી ભુવનેશ્વર સ્થળાંતરિત કરવામાં આવી હતીય ઉત્કલ દિવસ પર સમગ્ર રાજ્યભરમાં ઝાંકીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઐતિહાસિક વ્યક્તિત્વોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. નાગરિકો આ દિવસને ભાષાકીય એકતા અને સાંસ્કૃતિક ગૌરવના રુપમાં મનાવે છે. સુદર્શન પટનાયક (Sudarshan Patnaik)જેવા કલાકારો રેત શિલ્પ કળા દ્વારા આ દિવસને ચિન્હિત કરે છે અને રાજકીય નેતાઓ ઔપચારિક આયોજનોમાં ભાગ લે છે.

Utkala Dibas, સમ્રાટ અશોક, ગોપબંધુ દાસ, સુદર્શન પટનાયક, ઓડિશા રાજ્ય

ઓડિશા રાજ્યની સ્થાપના 1 એપ્રિલ વર્ષ 1936 ના રોજ થઇ હતી. વાસ્તવમાં આઝાદી પહેલા એ બંગાળ પ્રેસિડેન્સીનો એક ભાગ હતો. પૂર્ણ રાજ્ય બનવા માટે ઘણો લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. અંતે વર્ષ 1936 માં એને સફળતા પ્રાપ્ત થઇ અને એ બિહાર તથા બંગાળથી અલગ થઇને નવું રાજ્ય બન્યું. આ પછી જ દર વર્ષે આ દિવસને ઓડિશાના નિવાસીઓ ઘણી જ ધામધૂમ પૂર્વક મનાવે છે.

આ દિવસે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવગઠન પામેલા ઓડિશા, અગાઉ જેનું નામ ઉડિસા હતું, તેમાં છ જિલ્લા સામેલ હતા. એના નામ છે કટક, પુરી, બાલેશ્વર, સંબલપુર, કોરાપુટ અને ગંજમ…આ પછી એના જિલ્લાની સંખ્યા વધી ગઇ.

મીડિયા રિપોર્ટ અનુસાર, વર્લ્ડ બેન્ક તરપથી જારી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓડિશામાં એક સમૃદ્ધ ખનીજ ભંડાર છે જેમાં ભારતનું 30 ટકા Iron ore અને 90 ટકા ક્રોમાઇટ અહિં પ્રાપ્ત થાય છે.


આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!

આ પણ વાંચો: પ્રતિ વર્ષ શા માટે મનાવવામાં આવે છે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’?…વર્ષ 2026 ની થીમ છે વિશેષ..!

આ પણ વાંચો: ‘સેન્ટ્રલ એક્સાઇઝ ડે’ 24 ફેબ્રુઆરીએ શા માટે મનાવવામાં આવે છે? જાણો મહત્વ અને ઇતિહાસ