Today Special: આજે 26 માર્ચના રોજ બાંગ્લાદેશમાં ‘બાંગ્લાદેશ આઝાદી દિવસ’ (Bangladesh Independence Day) ઉજવવામાં આવે છે. વર્ષ 1971ના આ જ દિવસે (26 March 1971) બાંગ્લાદેશે પાકિસ્તાનથી પોતાની સ્વતંત્રતા જાહેર કરી હતી. આ સ્વતંત્રતા પાછળ એક લાંબી અને સંઘર્ષભરી લડત હતી, જેને ઇતિહાસમાં ‘બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ’ તરીકે ઓળખવામાં આવે છે. આ યુદ્ધમાં ભારતે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

‘બાંગ્લાદેશ આઝાદી દિવસ’ (Bangladesh Independence Day)નો ઇતિહાસ
વર્ષ 1971ના વર્ષમાં પૂર્વ પાકિસ્તાન (East Pakistan) તરીકે ઓળખાતા પ્રદેશમાં લોકોમાં અસંતોષ વધી રહ્યો હતો. રાજકીય અને આર્થિક અસમાનતાના કારણે સ્થાનિક લોકો પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યા હતા. શેખ મુજીબુર્ર રહેમાન (Sheikh Mujibur Rahman) આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા. 26 માર્ચ 1971ના રોજ બાંગ્લાદેશની સ્વતંત્રતા જાહેર કરવામાં આવી. આ સાથે એક ભયાનક યુદ્ધ (War) શરૂ થયું હતું.
બાંગ્લાદેશના સ્વતંત્રતા આંદોલન દરમિયાન, લાખો લોકો પર અત્યાચાર થયા અને કરોડો લોકો શરણાર્થી (Refugee) તરીકે ભારતમાં આવ્યા. તે સમયે ભારતે માનવતાના આધારે આ શરણાર્થીઓને આશ્રય પણ આપ્યો હતો પરંતુ, પરિસ્થિતિ વધુ ગંભીર બનતા ભારતે પણ આ સંઘર્ષમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું
વર્ષ 1971ના ડિસેમ્બર મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ (India-Pakistan War 1971) શરૂ થયું. ભારતીય સેનાએ બાંગ્લાદેશની ‘મુક્તિ સેના’ ((Mukti Vahini)ની સાથે મળીને લડત આપી. આ યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યું અને અંતે પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ (Surrender) કર્યું.

બાંગ્લાદેશને સત્તાવાર રીતે સ્વતંત્ર દેશ બન્યો
વર્ષ 1971ની 16 ડિસેમ્બર તારીખે બાંગ્લાદેશને સત્તાવાર રીતે સ્વતંત્ર દેશ તરીકે માન્યતા મળી. આ દિવસ દક્ષિણ એશિયાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના બની ગયો.
આજે બાંગ્લાદેશ ઝડપથી વિકાસ કરતું દેશ (Country) બની રહ્યું છે. દર વર્ષે 26 માર્ચે દેશભરમાં ધ્વજારોહણ, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને શહીદોને શ્રદ્ધાંજલિ (Tribute to the martyrs) કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. આ દિવસ દેશની સ્વતંત્રતા અને મુક્તિ યુદ્ધમાં બલિદાન આપનારાઓને યાદ કરવાનો દિવસ છે.

ભારતનો સહયોગ એક માનવતાપૂર્ણ અધ્યાય
બાંગ્લાદેશની આઝાદીની લડતને દક્ષિણ એશિયાના ઇતિહાસ (South Asian History)માં એક મહત્વપૂર્ણ અધ્યાય માનવામાં આવે છે. આ સંઘર્ષમાં ભારતે માનવતા (Humanity)ના આધારે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો અને આખરે એક નવા દેશના જન્મનો માર્ગ પ્રશસ્ત થયો હતો. ‘બાંગ્લાદેશ સ્વતંત્રતા દિવસ’ આ લડત અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે.
બાંગ્લાદેશની આઝાદીની કહાણી સંઘર્ષ, સાહસ અને બલિદાનની કહાણી છે. 26 માર્ચનો દિવસ આઝાદીના લડવૈયાઓ ને અને એ માટે બલિદાન આપનારા વીરોને યાદ કરવાનો દિવસ છે. આ વિશેષ દિવસ આપણને યાદ અપાવે છે કે, સ્વતંત્રતા માટે કરવામાં આવતો સંઘર્ષ ઇતિહાસમાં હંમેશા જીવંત રહે છે.
આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!
આ પણ વાંચો: પ્રતિ વર્ષ શા માટે મનાવવામાં આવે છે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’?…વર્ષ 2026 ની થીમ છે વિશેષ..!
આ પણ વાંચો: ‘સેન્ટ્રલ એક્સાઇઝ ડે’ 24 ફેબ્રુઆરીએ શા માટે મનાવવામાં આવે છે? જાણો મહત્વ અને ઇતિહાસ
