Indus Waters Treaty Dispute 2026: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 2025માં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં અત્યંત તણાવ જોવા મળી રહ્યો છે. ભારતે સિંધુ જળ કરાર સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લેતા પાકિસ્તાન હવે બેફામ ધમકીઓ પર ઉતરી આવ્યું છે. પાકિસ્તાનના ક્લાયમેટ ચેન્જ મંત્રી મુસાદિક મલિકે અત્યંત ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું છે કે, “પાકિસ્તાનના પાણીના હિસ્સા પર દાવો કરનારાઓના હાથ કાપી નાખવામાં આવશે.”
પાકિસ્તાની મંત્રીઓની ગિદ્ધ દ્રષ્ટિ અને ધમકીઓ
પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકે પ્રેસ કોન્ફરન્સમાં ભારત પર પાણી પુરવઠો રોકવાનો આરોપ લગાવતા કહ્યું કે, “પાડોશી દેશના વડાપ્રધાન એક નળ કંટ્રોલ કરી રહ્યા છે.” અગાઉ સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પણ જળ સુરક્ષાના બહાને ભારત(India) સામે યુદ્ધની ધમકી આપી હતી. બીજી તરફ, પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તારારે સંધિને બંધનકર્તા ગણાવીને આંતરરાષ્ટ્રીય કાયદાનો રાગ આલાપ્યો છે અને પાણીને પોતાની ‘રેડ લાઈન’ ગણાવી છે.

India નો પાકિસ્તાનને જડબાતોડ જવાબ
ભારતે(India) પાકિસ્તાનની ધમકીઓને નકારી કાઢી છે. UNHRC ના 62 મા સત્રમાં ભારતના પ્રથમ સચિવ અનુપમા સિંહે પાકિસ્તાનને અરીસો બતાવતા કહ્યું કે:
આતંકવાદની નિકાસ: જે દેશ નીતિ તરીકે આતંકવાદ ફેલાવતો હોય, તે સહયોગ કે વિશેષાધિકારોની માંગણી ન કરી શકે.
નવી વાસ્તવિકતા: 1960ની આ સંધિને આજની સુરક્ષા વાસ્તવિકતા અને જવાબદારીઓથી અલગ રાખી શકાય નહીં.
અફર નિર્ણય: ભારતે(India) સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન ક્રોસ-બોર્ડર આતંકવાદને સંપૂર્ણપણે બંધ નહીં કરે, ત્યાં સુધી આ કરાર સ્થગિત જ રહેશે.
વિવાદનું મૂળ અને ભવિષ્ય
પાકિસ્તાન પોતાના પક્ષને મજબૂત કરવા ઇસ્લામાબાદમાં આંતરરાષ્ટ્રીય જળ સેમિનારનું આયોજન કરી રહ્યું છે, પરંતુ ભારતનું વલણ સ્પષ્ટ છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ સામે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. પાકિસ્તાન દ્વારા જળ સંકટને યુદ્ધના બહાના તરીકે વાપરવાનો પ્રયાસ આંતરરાષ્ટ્રીય મંચ પર તેની નિષ્ફળતા જ સાબિત કરે છે.
આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં આરપારની લડાઈ; ઈરાનનો અમેરિકાના 8 સૈન્ય મથકો પર મિસાઈલ હુમલો
આ પણ વાંચો: બાંગ્લાદેશનો ભારત સાથે વિશ્વાસઘાત; મોંગલા પોર્ટ ચીનને સોંપતા સુરક્ષા સામે મોટો ખતરો
આ પણ વાંચો:મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર; 44 જહાજો સુરક્ષિત રીતે ભારત પહોંચ્યા
