World News/ મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર; 44 જહાજો સુરક્ષિત રીતે ભારત પહોંચ્યા

મિડલ ઈસ્ટમાં તણાવ છતાં હોર્મુઝ (Hormuz)સામુદ્રધુનીમાંથી ભારત માટે 44 જહાજો સુરક્ષિત રીતે પસાર થયા છે. ક્રૂડ ઓઈલ અને ખાતર લઈને આવતા 15 જહાજો હજુ પણ રાહ જોઈ રહ્યા છે. જાણો લેટેસ્ટ અપડેટ્સ.

international Top Stories World
Hormuz

Strait of Hormuz Shipping Update: મિડલ ઈસ્ટમાં યુએસ-ઈરાન વચ્ચે વધતા જતા લશ્કરી તણાવ છતાં, વૈશ્વિક વેપારના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ ગણાતા ‘હોર્મુઝ સામુદ્રધુની’ (Strait of Hormuz) માર્ગેથી ભારત તરફ આવતા જહાજોની સુરક્ષિત અવરજવર ચાલુ છે. છેલ્લા 72 કલાકમાં વધુ 9 માલવાહક જહાજોએ આ જોખમી માર્ગ સુરક્ષિત રીતે પાર કર્યો છે. આ સાથે જ, 1 લી માર્ચથી અત્યાર સુધીમાં ભારત માટે અત્યંત જરૂરી સામગ્રી લઈને આવનારા જહાજોની કુલ સંખ્યા 44 પર પહોંચી ગઈ છે.

છેલ્લા 72 કલાકનો સફળ ઘટનાક્રમ

છેલ્લા ત્રણ દિવસમાં પસાર થયેલા 9 જહાજોમાંથી 4 ભારતીય ધ્વજ ધરાવતા અને 5 વિદેશી ધ્વજ ધરાવતા જહાજો છે.

65,000 ટન ખાતરનો જથ્થો લઈને આ ભારતીય જહાજ શનિવારે સફળતાપૂર્વક સામુદ્રધુની પાર કરી ગયું છે.

શુક્રવારે બે મોટા જહાજોએ 1 લાખ ટનથી વધુ ક્રૂડ ઓઈલ અને 18,732 ટન અન્ય આવશ્યક ચીજવસ્તુઓ સાથે સલામત સફર પૂર્ણ કરી હતી.

Hormuz થી 15 જહાજો હજુ પણ ‘ગ્રીન સિગ્નલ’ની રાહમાં

હાલમાં પર્સિયન ગલ્ફમાં ભારત તરફ આવનારા વધુ 15 જહાજો સુરક્ષા ગેરંટી અને સલામત માર્ગની રાહ જોઈને ઉભા છે. આ 15 જહાજોમાં 10 મોટા ભારતીય જહાજોનો સમાવેશ થાય છે. જેમાં 4 જહાજોમાં ખેતી માટેનું ખાતર અને 1 જહાજમાં ક્રૂડ ઓઈલ તથા ગેસનો જથ્થો ભરેલો છે.

1લી માર્ચથી અત્યાર સુધીનું વિશ્લેષણ

શિપ ટ્રેકર્સના ડેટા મુજબ, 1લી માર્ચથી અત્યાર સુધી હોર્મુઝ (Hormuz) સ્ટ્રેટમાંથી પસાર થયેલા ભારત સાથે જોડાયેલા જહાજોનું વર્ગીકરણ નીચે મુજબ છે:

15 બલ્ક કેરિયર્સ

13 LPG કેરિયર્સ

11 ક્રૂડ ટેન્કર્સ

02 LAG જહાજો

આ આંકડાઓ સાબિત કરે છે કે વૈશ્વિક તણાવ હોવા છતાં, ભારત (India)માટેની આવશ્યક સામગ્રીની સપ્લાય ચેઈન હાલમાં સુરક્ષિત રીતે કાર્યરત છે.


આ પણ વાંચો :ઈરાનની ધમકી બાદ ખાડી દેશોમાં યુદ્ધનો માહોલ; જહાજ પર હુમલો થતાં ક્રૂડ ઓઇલ બજારમાં ચિંતા

આ પણ વાંચો :ઈરાનના પરમાણુ કેન્દ્રની તપાસ થશે, હોર્મુઝમાં ફસાયેલા 11 હજાર ખલાસીઓ માટે રેસ્ક્યૂ પ્લાન શરૂ

આ પણ વાંચો :પાકિસ્તાનમાં આતંકવાદીઓનો મોટો પ્રહાર, એક પછી એક બે રિમોટ કંટ્રોલ બ્લાસ્ટમાં 7 લોકોના મોત