Vadodara News/ વડોદરામાં નકલી પોલીસ, નકલી જ્જ અને હવે વર્તમાનમાં એક નકલી એડમિશનની બની ઘટના

વડોદરામાં નકલી એડમિશનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાદરાના યુવાનનું નામ ઉપયોગ કરી અન્ય કોલેજમાં એડમિશન લેવામાં આવ્યું.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodar News : વડોદરામાં નકલી કૌભાંડોનો સિલસિલો અટકતો નથી. હવે નકલી પોલીસ, નકલી અધિકારી અને નકલી જજ બાદ નકલી એડમિશનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાદરાના યુવાન પ્રતિક પરમારના નામે ગાંધીનગરની એફ.ડી. મુબિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, પાદરાના યુવાન પ્રતિક પરમારના નામે ગાંધીનગરની એફ.ડી. મુબિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં નકલી એડમિશન કરવામાં આવ્યું હતું. પ્રતિક પરમાર એક વર્ષથી પોલીસ અને સરકારી કચેરીઓમાં રજૂઆત કરી રહ્યો હતો, પણ કોઈ તેને સાંભળવા તૈયાર નહોતું. ત્યારબાદ પ્રતિકે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી ત્યારબાદ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ઘટનાની જાણ થતાં પ્રતિક પરમાર એક વર્ષથી પોલીસ અને સરકારી કચેરીઓમાં રજૂઆત કરી રહ્યો હતો. આખરે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રૂબરૂ રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ તાત્કાલિક ફરિયાદ નોંધવાના આદેશ આપ્યા હતા. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પ્રતિક પરમાર સમાજ કલ્યાણ વિભાગમાં સ્કોલરશિપ માટે ગયો હતો. આધાર કાર્ડ નંબર સિસ્ટમમાં નાખતાં તેનું એડમિશન ગાંધીનગરની કોલેજમાં ચાલતું હોવાનું બહાર આવ્યું. પ્રતીક પરમારે ક્યારેય આ કોલેજ જોઈ પણ નથી. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નકલી માર્કશીટ સાથે 44 વર્ષ પછી દોષિત સાબિત થયો ડૉક્ટર,12મા મા માર્ક્સ સાથે છેતરપિંડી MBBSમા લીધું હતું એડમિશન

આ પણ વાંચો: સુરતના પાંડેસરામાં નકલી ડોક્ટર ઝડપાયા, 10 નકલી ડોક્ટરો અને બોગસ ડિગ્રી આપનારા 3 શખ્સોની ધરપકડ

આ પણ વાંચો: હરિયાણાના સિરસામાં નકલી સર્ટિફિકેટ બનાવતી ઈન્સ્ટિટયૂટ પકડાઈ, ધોરણ 10, 12 તથા કોલેજના સર્ટિફિકેટો બનાવાયા