hariyana news/ હરિયાણાના સિરસામાં નકલી સર્ટિફિકેટ બનાવતી ઈન્સ્ટિટયૂટ પકડાઈ, ધોરણ 10, 12 તથા કોલેજના સર્ટિફિકેટો બનાવાયા

Hariyana News : હરિયાણાના સિરસા સીએમ (CM) ફ્લાઈંગ ટીમે ગુરુવારે શહેરનાં દ્વારકા પુરીમાં બીજા માળે આવેલી શ્રી સાઈ ઈન્સ્ટિટ્યૂટમાં દરોડા પાડ્યાં હતાં. દરોડા દરમિયાન, 11 રાજ્યોમાં 33 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના 300 થી વધુ નકલી ડિગ્રી અને પ્રમાણપત્રો મળી આવ્યાં હતાં.

India Breaking News

Hariyana News : સાઈ ઈન્સ્ટિટ્યૂટમાં દરોડા પાડીને જેમાં 10, 12, બીએ(BA), બીએસસી એગ્રીકલ્ચર(Bsc. Agri.) અને યુનિવર્સિટીઓના અન્ય કોર્સ, ઓપન બોર્ડ અને વિવિધ રાજ્યોનાં શિક્ષણ બોર્ડની માર્કશીટ સામેલ છે. કેટલાક સીલ પણ મળી આવ્યાં હતાં. રાત્રી સુધી દરોડો ચાલું રહ્યો હતો. આ સંસ્થા હરિ વિષ્ણુ કોલોનીમાં રહેતાં સીતારામ મેઘવાલ અને તેમની પત્ની સોનિયા દ્વારા સંચાલિત હતી. દરોડા દરમિયાન બંને શહેરની બહાર હતાં.

સીએમ(CM) ફ્લાઈંગે મોડી રાત્રે સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા પોલીસને ફરિયાદ આપી હતી.  સીએમ(CM) ફ્લાઈંગ ટીમનાં સબ ઈન્સ્પેક્ટર રાજેશ કુમાર(Rajesh Kumar), સાધુ રામ(Sadhu Ram), દિનેશ કુમાર(Dinesh Kumar), ગુરમીત સિંહ(Gurmit Sinh), કુલવંત સિંહે(Kulvant Sinh) સવારે 11 વાગ્યે ડ્યુટી મેજિસ્ટ્રેટ બંતા સિંહ(Banta Sinh)ના નેતૃત્વમાં દરોડો પાડ્યો હતો. ટીમને અહીં નકલી ડિટેલ માર્કશીટ અને સીલ મળી આવ્યાં હતાં.

જેમાં હિમાચલ(Himachal), રાજસ્થાન(Rajasthan), પંજાબ(Punjab), યુપી(UP), દિલ્હી(Delhi), ઉત્તરાખંડ(Uttrakhand),  છત્તીસગઢ(Chhatisghad),  હરિયાણા(hariyana), ઝારખંડ(Jharkhand), બિહાર એજ્યુકેશન બોર્ડ(Bihar Education Board), પશ્ચિમ બંગાળ(West Bengal) યુનિવર્સિટીના યુજી(UG), પીજી(PG) સહિતનાં અન્ય અભ્યાસક્રમોના પ્રમાણપત્રો પ્રાપ્ત થયાં હતાં. એક જ યુનિવર્સિટીની ડીએમસી(DMC) અલગ-અલગ રંગોમાં મળી આવી હતી. ટીમને શ્રી સાઈ આઈટીઆઈ(ITI), શ્રી સાઈ પેરામેડિકલ, શ્રી સાઈ જોબ કન્સલન્ટટન્ટ કાગળો પણ મળ્યાં હતાં. સંચાલકે આ નામોની સંસ્થાઓ પણ બનાવી હતી. સંસ્થામાં હાજર યુવતીઓએ જણાવ્યું કે તેઓ સંચાલકો દ્વારા આપવામાં આવેલાં નંબર પર એડમિશન માટે કોલ કરતી હતી.

એઆરએનઆઇ(ARNI) યુનિવર્સિટી કાંગડા, હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના 21 ડીએમસી(DMC), શ્રી કૌશલ દાસ યુનિવર્સિટી હનુમાનગઢ(Hanumangadh)ના 16, મેવાડ યુનિવર્સિટી(Mewad University)ના વિવિધ પેપર, પેરા મેડિકલ કાઉન્સિલ મોહાલી(Mohali)ના ત્રણ ડીએમસી, ડીમ્ડ યુનિવર્સિટી હાપુર યુપી(UP)ના 11, ગ્રામીણ ઓપન સ્કૂલિંગ સંસ્થાની એક ઓએમઆર (OMR) શીટના પેકેટ. , રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ, દિલ્હી(Delhi)ના પાંચ ડીએમસી અને રાજીવ ગાંધી પેરા મેડિકલ કાઉન્સિલ, દિલ્હી(Delhi)નાં ચાર ડીએમસી રિકવર કરવામાં આવ્યાં છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતના કેટલા નકલી સર્ટિફિકેટવાળા IAS-IPS?

આ પણ વાંચો: લ્યો બોલો, હવે નકલી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ બનાવવાનુ કૌભાંડ ઝડપાયું

આ પણ વાંચો: આણંદમાં ઉત્તર ગુજરાતમાં નકલી દસ્તાવેજોના આધારે વિઝા મોકલવાનું કૌભાંડ