કાર્યવાહી/ ઝારખંડમાંથી બે આરોપીઓ ઝડપાયા, માઓવાદી માટે કામ કરતા હોવાનું પોલીસને આશંકા

ઝારખંડના પલામુ જિલ્લામાં, બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી આઈએનએસએએસ રાઇફલના 20 કારતૂસ મળી આવ્યા છે. મેદિનીનગર સબ ડિવિઝનલ પોલીસ અધિકારી એસ વિજય શંકરે જણાવ્યું હતું કે, એક બાતમીના આધારે પોલીસે સોમવારે બે લોકોની પાસેથી 5.56 બોર કારતુસ કબજે કર્યા હતા અને તેમની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે એવી આશંકા છે […]

India

ઝારખંડના પલામુ જિલ્લામાં, બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી આઈએનએસએએસ રાઇફલના 20 કારતૂસ મળી આવ્યા છે.

મેદિનીનગર સબ ડિવિઝનલ પોલીસ અધિકારી એસ વિજય શંકરે જણાવ્યું હતું કે, એક બાતમીના આધારે પોલીસે સોમવારે બે લોકોની પાસેથી 5.56 બોર કારતુસ કબજે કર્યા હતા અને તેમની ધરપકડ કરી હતી.

તેમણે કહ્યું કે એવી આશંકા છે કે બંને આરોપીઓના માઓવાદીઓ સાથે સંબંધ છે, પરંતુ તપાસ હજુ ચાલુ છે.