Not Set/ લ્યો બોલો, હવે નકલી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ બનાવવાનુ કૌભાંડ ઝડપાયું

કૌભાંડીઓ અને ડુપ્લીકેટીયાઓને કોઇનો જાણે ડર જ રહ્યો ન હોય તેવા કૌભાંડો અને ડુપ્લીકેશનનાં કિસ્સા સામે આવી રહ્યા છે. જી હા, આવા કૌભાંડ આચરનાર લોકો હવે તો પોલીસનાં સર્ટિફિકેટ્સ પણ ડુપ્લીકેટ બનાવવા મંડ્યા હોવાની વિગતો સામે આવતા પોલીસ બેડામાં પણ સન્નાટો છવાઇ ગયો છે.  વાત થઇ રહી છે અમદાવાદમાંથી નકલી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ […]

Ahmedabad Gujarat
46bd9846a10c86530b82ec95d35a7017 લ્યો બોલો, હવે નકલી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ બનાવવાનુ કૌભાંડ ઝડપાયું
46bd9846a10c86530b82ec95d35a7017 લ્યો બોલો, હવે નકલી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ બનાવવાનુ કૌભાંડ ઝડપાયું

કૌભાંડીઓ અને ડુપ્લીકેટીયાઓને કોઇનો જાણે ડર જ રહ્યો ન હોય તેવા કૌભાંડો અને ડુપ્લીકેશનનાં કિસ્સા સામે આવી રહ્યા છે. જી હા, આવા કૌભાંડ આચરનાર લોકો હવે તો પોલીસનાં સર્ટિફિકેટ્સ પણ ડુપ્લીકેટ બનાવવા મંડ્યા હોવાની વિગતો સામે આવતા પોલીસ બેડામાં પણ સન્નાટો છવાઇ ગયો છે. 

વાત થઇ રહી છે અમદાવાદમાંથી નકલી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ સામે આવવાનાં સંદર્ભમાં. જી હા, અમદાવાદમાંથી નકલી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડીઓ ત્યારે ઝપેટમાં આવી ગયા જ્યારે તેનો પાલો અસલી પોલીસ સાથે પડ્યો. 

વાત જાણે એમ છે કે, અમદાવાદ પોલીસનાં અધિકારી અહીનાં સરદારનગરનાં રહીશની PCC મામલે પુછપરછ કરવા ગયા હતા. પોલીસ હેડ કોન્સ્ટેબલને PCC નકલી લાગતા તપાસ કરાઈ. તો સમગ્ર PCC એટલે કે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જ નકલી હોવાની વિગતો ખુલી અને ફક્ત આજ ક્લિયરન્સ સર્ટિફિકેટ નકલી છે તેવુ નહી પરંતુ આવા પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ નકલી બનાવવાનું સમગ્ર કૌભાંડ જ સામે આવી ગયું. 

માધુપુરા પોલીસે આ સબબ ગુનો નોંધી તપાસ હાથ ધરી અને કૌભાંડના ભેજાબાજ એવા એજન્ટની શોધખોળ આદરી છે. જો કે, મળતી માહિતી મુજબ મુંબઈના રાકેશ નામના એજન્ટની આ સમગ્ર કારીગીરી હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews