છેતરપિંડી/ ભારતના પર્યટન સ્થળોની હોટલોની ફેક વેબસાઇટ બનાવી,દેશભરની પોલીસ શોધી રહી હતી આ શખ્સને….અંતે દ્રારકા પોલીસે ઝડપ્યો

ભારતના વિવિધ પર્યટક-ધાર્મિક સ્થાનોની હોટેલ-રીસોર્ટને ટાર્ગેટ કરી, અનેક ફરજી બનાવટી વેબસાઇટ-ગુગલ એડ્સ બનાવનાર મુખ્ય સુત્રધારને લખનઉ થી ઝડપી લેતી સાયબર સેલ પોલીસ…

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 11 11T132641.769 ભારતના પર્યટન સ્થળોની હોટલોની ફેક વેબસાઇટ બનાવી,દેશભરની પોલીસ શોધી રહી હતી આ શખ્સને....અંતે દ્રારકા પોલીસે ઝડપ્યો

Devbhoomi Dwarka News: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં હોટલોની નકલી વેબસાઈટ બનાવીને પ્રવાસીઓની સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. મુખ્ય સૂત્રધારને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ પોલીસે લખનઉથી ઝડપી લીધો હતો. આ શખ્સ દ્વારા આશરે 250થી વધુ ફેક વેબસાઇટ અને ગૂગલ એડ્સ બનાવી હોવાનું પોલીસ તપાસમાં જાહેર થયું છે.

મળતી માહિતી અનુસાર, દ્વારકામાં સ્ટાર કેટેગરીની લેમન ટ્રી પ્રીમિયર હોટલ, દ્વારકાધીશ લોર્ડ ઇકો ઇન હોટલ, લેઉવા પટેલ સમાજ વગેરેની બનાવટી વેબસાઇટના આધારે ઓનલાઈન બુકિંગ કરીને અનેક યાત્રાળુઓ સાથે છેતરપિંડીના કિસ્સાઓ મુજબ દ્વારકામાં સ્થાનિક સંચાલક, મેનેજર દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી.પોલીસ સ્ટેશન અને આઈ.ટી. એક્ટ વગેરે હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.આટલું જ નહીં, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના ગુગલ સર્ચમાં નકલી વેબસાઈટ દ્વારા નકલી બિલ બનાવી યાત્રિકોને છેતરવા બદલ કલમ 120 (બી), 420 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.

આટલું જ નહીં, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના ગૂગલ સર્ચમાં ફેક વેબસાઈટ મારફતે બનાવટી બિલ બનાવી અને દર્શનાર્થીઓ સાથે વિશ્વાસઘાત કરવા સબબ 120 (B), 420 સહિતની જુદી-જુદી કલમ હેઠળ પણ ગુનો નોંધાયો હતો. યાત્રાધામ દ્વારકાના નામે આ પ્રકારની છેતરપિંડી થતી હોવાથી આ બાબતને ગંભીરતાપૂર્વક લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લા સાયબર સેલ વિભાગના PI એ.વાય. બ્લોચ સાથે ચર્ચાઓ કરી અને આવા પ્રકરણનો ભેદ ઉકેલવા માટે સૂચના આપવામાં આવી હતી. જેને લઈને PI બ્લોચ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી, ટેકનિકલ માહિતી એકત્ર કરીને એનાલિસિસ કર્યા બાદ આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાની સચોટ માહિતી મેળવી લેવામાં આવી હતી.

આરોપી નીરજ દ્વારા કાનપુરમાં જુદાજુદા સ્થળોએ નોકરી કરી અને ગુગલ લિસ્ટિંગ, મેપિંગનું કામ કરતી એક ખાનગી કંપનીમાં નોકરી કર્યા બાદ ગૂગલ લિસ્ટ અંગેનું જ્ઞાાન તેણે મેળવી લીધું હતું. અહીં એક વર્ષથી ઓછા સમયગાળામાં તેણે પોતાની ડિજિટલ માર્કેટિંગ કંપની શરૃ કરી દીધી હતી. જેમાં તેના દ્વારા ગુગલ લિસ્ટિંગ અને ગૂગલ પ્રોફાઈલનું કામ શરૃ કરવામાં આવ્યું હતું. ૨૦૨૧માં અજય નામના તેમજ વર્ષ 2022માં નફીસ નામના શખ્સ સાથે સંપર્કમાં આવ્યો હતો અને આ શખ્સો દ્વારા લોન અને કોઈનની તેમજ નફીસ માટે જુદી જુદી 30 જેટલી હોટલો, રિસોર્ટના બુકિંગ માટેની વેબસાઈટ બનાવવામાં આવી હતી. આ કામ માટે આ શખ્સ રૃા. આઠ થી દસ હજારનો પોતાનો ચાર્જ વસૂલતો હતો. આ શખ્સ દ્વારા પોતે 250 જેટલી ફેક ગૂગલ એડ્સ બનાવી, આટલી જ અલગ-અલગ ઈ-મેઇલ આઈ.ડી. પણ બનાવી હોવાની પણ કબુલાત પોપટ બનીને પોલીસ સમક્ષ આપી હતી.

આ શખ્સને ઝડપી લઇ, તેની પૂછપરછમાં દ્વારકાના જુદા જુદા ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ ઉપરાંત તેના દ્વારા સોમનાથ અને આણંદને પણ ટાર્ગેટ કરાયેલ હોવાનું વધુમાં જાહેર થયું છે. ઝડપાયેલા આરોપી સાથે કેટલાક શખ્સો પણ સંડોવાયેલા હોવાથી સાયબર ક્રાઈમ વિભાગના P.I એ.વાય. બ્લોચ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી લેવા તેમજ વધુ બાબતો પર પ્રકાશ પાડવા માટે આગામી તારીખ 17 નવેમ્બર સુધીના તેના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 ભારતના પર્યટન સ્થળોની હોટલોની ફેક વેબસાઇટ બનાવી,દેશભરની પોલીસ શોધી રહી હતી આ શખ્સને....અંતે દ્રારકા પોલીસે ઝડપ્યો


આ પણ વાંચો:જ્યાં સુધી હું ચૂપ બેઠો છું ત્યાં સુધી સારું છે… ગુજરાત ભાજપના ધારાસભ્યે ઈઝરાયેલ સાથે સરખામણી કરીને આપી ધમકી

આ પણ વાંચો:સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ડ્રેનેજની સફાઈ દરમિયાન દુર્ઘટના, એક શ્રમિકનું મોત

આ પણ વાંચો:પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ અગ્નિસ્નાન કરી આયખું ટૂંકાવ્યું

આ પણ વાંચો:પાટણમાં દિવાળીએ માટીના કોડીયાઓનું ખાસ મહત્વ