Diwali 2023/ પાટણમાં દિવાળીએ માટીના કોડીયાઓનું ખાસ મહત્વ

દીપાવલી પર્વની શરૂઆત થઈ ગઈ છે.પાટણ સહીત જિલ્લાભરમાં દિવાળીના પર્વમાં શુભનું પ્રતીક ગણવામાં આવતા માટીના દીવડાઓનું ખાસ મહત્વ ગણવામાં આવે છે.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 10T155022.460 પાટણમાં દિવાળીએ માટીના કોડીયાઓનું ખાસ મહત્વ

@ પ્રવીણ દરજી   

  • દિપાવલી પર્વને થઈ શરૂઆત
  • દેશભરમાં ચાઈનીઝ ચીજવસ્તુઓની ખરીદી પ્રતિબંધ
  • હાલમાં માટીનાં કોડીયાનું વેચાણ કરવામાં આવે છે
  • દિવાળીના તહેવારોમાં શુભનું પ્રતીક ગણાતા માટીના દિવા 

દીપાવલી પર્વની શરૂઆત થઈ ગઈ છે.પાટણ સહીત જિલ્લાભરમાં દિવાળીના પર્વમાં શુભનું પ્રતીક ગણવામાં આવતા માટીના દીવડાઓનું ખાસ મહત્વ ગણવામાં આવે છે.સમગ્ર દેશભરમા ચાઈનીઝ ચીજવસ્તુઓની ખરીદી પ્રત્યે દેશવાસીઓ નકારાત્મક વલણ અપનાવી રહ્યા છે. ત્યારે હાલમાં માટીનાં કોડીયા બનાવનાર કારીગરો કોડીયા બનાવવામાં જોતરાઈ જવા પામ્યા છે.અને આ વર્ષે વેપાર સારો થશે તેવી વેપારીમાં આશા બંધાઈ છે.દિવાળીના તહેવારોમાં શુભનું પ્રતીક ગણાતા માટીના દીવાની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે.

Untitled 8 2 પાટણમાં દિવાળીએ માટીના કોડીયાઓનું ખાસ મહત્વ

C મળી રહે તે માટે આ વર્ષે હસ્ત કારીગરો એ વિવિધ ડિઝાઇન વાળા કોડાયા તૈયાર કર્યા છે જેને લઇ દર વર્ષની સરખામણી કરતા આ વર્ષે હસ્ત કારીગરો દ્વારા બનાવેલ માટીના કોડાયા નું વેચાણ થતું હોઈ સ્થાનિક વેપારીઓ આત્મ નિર્ભર બનતા વેપારીની આવકમાં પણ વધારો થતા કારીગરો અને વેપારીઓ માં આનંદ ની લાગણી જોવા મળી રહી છે.

Untitled 8 3 પાટણમાં દિવાળીએ માટીના કોડીયાઓનું ખાસ મહત્વ

પરંપરાગત રીતે આદિકાળ થી લઇ આજદિન સુધી સમાજ માં માટીના કોડાયા નું મહત્વ આજે પણ જળવાઈ રહ્યું છે વર્ષ દરમ્યાન કોઈ પણ શુભ કામ હોઈ કે ભગવાન ની પૂજા માટે દીવો કરવા માટે કે પછી તહેવારો માં ઘરની સજાવટ માટે હોય ત્યારે આધુનિક યુગમાં પણ લોકો ચાઈનીઝ લાઈટો કરતા માટીના દીવડાઓ પ્રત્યે વધુ આકષર્ણ ધરાવે છે તો વધુ માં લોક સંસ્ફુર્તિ પ્રમાણે ઘર આંગણે  દીવો કરવાથી ઘર માં સુખ સમૃધ્ધિ આવે છે આમ પરદેશી ચીજ વસ્તુઓના બદલે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાથી લોક સસ્ફુર્તિ પણ ઉજગાર થતી હોય તેવા આશ્રયથી આ વર્ષે લોકો દિવાળીમાં ઘર સજાવટ માટે માટીના કોડાયાંની ખરીદી કરી રહ્યા છે.

Untitled 8 પાટણમાં દિવાળીએ માટીના કોડીયાઓનું ખાસ મહત્વ

કહેવાય છે કે દિવાળીના તહેવારોમાં સમગ્ર પરિવારના જીવનમાં અંધકાર દૂર થાય અને નવો પ્રકાશ મળે તે માટે ઘરના આંગણે લોકો દીવડાઓ પ્રગડાવે છે અને આજે પણ આ દીવડાઓની સજાવટ થી સજ્જ ઘર આંગણું ગમે તેટલી કિંમતી લાઈટો થી સજ્જ આંગણા ને ઝાંખું પાડી દે છે એટલે જ આજે પણ આધુનિક યુગમાં માટીના કોડાયાનું મહત્વ યથાવત રહેવા પામ્યું છે.


whatsapp ad White Font big size 2 4 પાટણમાં દિવાળીએ માટીના કોડીયાઓનું ખાસ મહત્વ


આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો

આ પણ વાંચો:SMCની બેદરકારીથી મહિલાઓને ભારે હાલાકી, જાહેરાત બાદ પણ લાભ ન મળતા ભારે રોષ

આ પણ વાંચો:ડોક્ટર યુવતી સાથે પહેલા દુષ્કર્મ અને પછી વીડિયો વાયલર કરવાની ધમકી આપી કર્યું આવું કામ…

આ પણ વાંચો:સુરતમાં યોજાયો અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ