Not Set/ જુનાગઢ : માંગરોળની હોસ્પિટલમાં ડૉક્ટરની ગેરહાજરી, કમ્પાઉન્ડરનું દર્દીનાં સગા સાથે ઉધ્ધતાઈભર્યુ વર્તન

જૂનાગઢનાં માંગરોળની હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં ઘેરાઈ છે. ડૉક્ટર વગરની આ હોસ્પિટલમાં દર્દીનાં સંબંધીઓ સાથે કમ્પાઉન્ડર દ્વારા ઉદ્દત્તાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતુ. જેનો વીડિયો દર્દીનાં સંબંધી દ્વારા ઉતારવામાં આવ્યો છે. દર્દીને સારવાર આપવાના બદલે હોબાળો કરવામાં આવ્યો. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે અને સાંભળવા મળી રહ્યું છે કે, દર્દી સારવાર માટે ડોક્ટરની રાહ જોઈ […]

Top Stories Gujarat Others
junagadh hospital જુનાગઢ : માંગરોળની હોસ્પિટલમાં ડૉક્ટરની ગેરહાજરી, કમ્પાઉન્ડરનું દર્દીનાં સગા સાથે ઉધ્ધતાઈભર્યુ વર્તન

જૂનાગઢનાં માંગરોળની હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં ઘેરાઈ છે. ડૉક્ટર વગરની આ હોસ્પિટલમાં દર્દીનાં સંબંધીઓ સાથે કમ્પાઉન્ડર દ્વારા ઉદ્દત્તાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતુ. જેનો વીડિયો દર્દીનાં સંબંધી દ્વારા ઉતારવામાં આવ્યો છે. દર્દીને સારવાર આપવાના બદલે હોબાળો કરવામાં આવ્યો.

વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે અને સાંભળવા મળી રહ્યું છે કે, દર્દી સારવાર માટે ડોક્ટરની રાહ જોઈ રહ્યું છે પરંતુ હોસ્પિટલમાં એક કમ્પાઉન્ડર સિવાય કોઈ ડૉક્ટર કે નર્સ હાજર નથી. ભારે માથાકૂટ કર્યા બાદ નર્સ અને ડૉકટરને બોલાવવામા આવ્યા હતા અને દર્દીને સારવાર અપાઈ હતી.

જુનાગઢનાં માંગરોળની હોસ્પિટલમાં દર્દી સારવાર અર્થે આવ્યા હતા. જે સમયે દર્દી અને તેના સગા હોસ્પિટલમાં પહોચ્યા ત્યારે હોસ્પિટલમાં માત્ર કમ્પાઉન્ડર જ હાજર હતો. જ્યારે કમ્પાઉન્ડરને દર્દીનાં સગા દ્વારા પુછવામા આવ્યુ કે ડૉક્ટર ક્યા છે ત્યારે તેણે ઉદ્દત્તાઇભર્યુ વર્તન કર્યુ હતુ.

દર્દીનાં સગાએ આ સમગ્ર બાબતનો વીડિયો ઉતાર્યો હતો. નવાઇની વાત તો એ છે કે વીડિયો ઉતારવામાં આવી રહ્યો છે તો પણ કમ્પાઉન્ડર દર્દીનાં સગા સાથે નરમાશથી નહી પણ ગુસ્સાથી વાત કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે દર્દીનાં સગાએ ડૉક્ટર ક્યા છે તે પુછ્યુ ત્યારે કમ્પાઉન્ડરે કહ્યુ કે તે તો ઘરે છે. આખરે દર્દીનાં સગા દ્વારા હોબાળો મચાવ્યા બાદ નર્સ અને ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.