Bollywood/ ખેડૂતોને આતંકવાદી ગણાવતા કંગના સામે કર્ણાટકમાં પોલીસ ફરિયાદ દાખલ

અભિનેત્રી કંગના રાણૌત શરૂઆતથી જ ખેડૂત આંદોલન અંગે અવાજ ઉઠાવે છે, અને પોતાની ટિપ્પણીઓને કારણે તે સતત હેડલાઇન્સ બનાવે છે. પરંતુ કંગનાએ એક પછી એક વિવાદાસ્પદ ટિપ્પણીથી

Top Stories Entertainment
1

અભિનેત્રી કંગના રાણૌત શરૂઆતથી જ ખેડૂત આંદોલન અંગે અવાજ ઉઠાવે છે, અને પોતાની ટિપ્પણીઓને કારણે તે સતત હેડલાઇન્સ બનાવે છે. પરંતુ કંગનાએ એક પછી એક વિવાદાસ્પદ ટિપ્પણીથી ઘેરાયેલી રહે છે. તેમની સામે કર્ણાટકના બેલાગવી જિલ્લામાં ફરિયાદ નોંધાઈ છે.રાજધાની દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડુતો પરની ટિપ્પણીઓને કારણે કંગના સામે ફરિયાદ કરવામાં આવી છે.

Image result for images of harshvardhan from karnatak who file complain against kangana

ફરિયાદ / મધુ શ્રીવાસ્તવ સામે ફરિયાદ, વડોદરામાં પોલીસ કમિશ્નરને મળ્યા પત્રકારો

ખરેખર, અભિનેત્રીએ ભૂતકાળમાં ખેડૂત આંદોલનની ટીકા કરી હતી અને વિરોધ કરી રહેલા ખેડૂતોને આતંકવાદી ગણાવ્યા હતા. અહેવાલો અનુસાર, ખેડુતોને આતંકવાદી કહેવાના કારણે તેની વિરુદ્ધ પોલીસમાં ગુનાહિત ફરિયાદ નોંધાઈ છે. તેમની સામે શહેર વકીલ હર્ષવર્ધન પાટીલે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ કંગના વિરુદ્ધ આઈપીસીની કલમ 153, 154, 503, 504 505-1, 505 એ, 505 બી, 505-2, અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Image result for images of harshvardhan from karnatak who file complain against kangana

કૃષિ આંદોલન / ટ્રેક્ટર રેલી પર કરેલા ટ્વીટને લઇને શશી થરૂર અને વરિષ્ઠ પત્રકારોને SC એ આપી રાહત

હર્ષવર્ધન પાટીલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે જો પોલીસે કંગના સામે એફઆઈઆર નોંધવાની અને તપાસ શરૂ કરવાની ના પાડી તો તે કોર્ટમાં જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ તે બોલિવૂડ સ્ટાર્સ સામે પણ ફરિયાદ નોંધાશે જેઓ આંદોલનકારી ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે.જ્યારે કંગના રણૌત સામે નોંધાયેલી ફરિયાદની પુષ્ટિ બેલાગવી પોલીસ કમિશનર કે થિયાગરાજને પણ કરી છે. તેમણે કહ્યું કે ફરિયાદ નોંધી લેવામાં આવી છે. જોકે, હજી સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. કમિશનરે કહ્યું કે અમે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરીશું.

Political / સરકારી કંપનીઓને લઇને રાહુલનો મોદી સરકાર પર શાંબ્દિક હુમલો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…