Not Set/ રાજ્યમાં નવા કોરોનાના કેસમાં આંશિક વધારા સાથે 25 કેસ,આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક રસી અપાઇ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વેક્સિનેશન અપાઇ છે. ગુજરાતમાં 20 લાખ લોકોને રસી આપવામાં આવી હતી

Top Stories Gujarat
corona 3 રાજ્યમાં નવા કોરોનાના કેસમાં આંશિક વધારા સાથે 25 કેસ,આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક રસી અપાઇ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય વધારો થઇ રહ્યો છે ,રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ કંટ્રોલમાં જોવા મળે છે. રાજ્યમાં કોરોનાના કેસ તળીયે જોવા મળી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં કેસમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 25 નોંધાયા છે.

રાજ્યમાં કોરોના નિયંત્રણમાં જોવા મળે છે. હાલ રાજ્યમાં જનજીવન સામાન્ય બન્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 25 કેસ નોંધાયા છે .રાજ્યમાં કોરોનાના કુલ કેસના આંકડા પર નજર નાંખીએ તો જાણવા મળે છે કે રાજ્યમાં કુલ કોરોનાના કેસ 8.25.205 થયા છે ,જ્યારે કોરોનાથી એક પણ મોત નોંધાયું નથી તે સારા સમાચાર છે. કોરોનાથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 20 થઇ છે. જયારે કોરોનાને માત આપીને સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં કુલ સાજા થનારની સંખ્યા 8.15.466 નોંધાયા છે. અને રાજ્યના એકટીવ કેસ 154 નોંધાયા છે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વેક્સિનેશન અપાઇ છે. ગુજરાતમાં 20 લાખ લોકોને રસી આપવામાં આવી હતી ,પીએમના જન્મ દિવસ નિમિત્તે રાજ્યમાં વિક્રમી વેક્સિનેશન આપવામાં આવી હતી આ માહિતી રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે ટ્વિટ કરીને આપી હતી જાણકારી.