Not Set/ સરદાર સરોવર ડેમ : 30 સપ્ટેમ્બર સુધીમાં 138.68 મીટરની મહત્તમ સપાટીને સ્પર્શ કરશે

નર્મદા નદી પર બંધવામાં આવેલા સરદાર સરોવર ડેમ પણ આ વર્ષે તેની ઐતિહાસિક સપતિઓને વટાવી રહયુ છે. ગુજરાત સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ને કારણે સરદાર સરોવરે પણ આ વર્ષે રોજ તેની મહત્તમ સપાટી ઓ ને નોધાવી રહયું છે. આજે પણ ડેમ 136.17 મીટર ની તેની મહત્તમ સપાટી પર પોહચી ગયું છે. વર્ષ 2017 માં […]

Top Stories
sardar sarovar 1 સરદાર સરોવર ડેમ : 30 સપ્ટેમ્બર સુધીમાં 138.68 મીટરની મહત્તમ સપાટીને સ્પર્શ કરશે

નર્મદા નદી પર બંધવામાં આવેલા સરદાર સરોવર ડેમ પણ આ વર્ષે તેની ઐતિહાસિક સપતિઓને વટાવી રહયુ છે. ગુજરાત સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ને કારણે સરદાર સરોવરે પણ આ વર્ષે રોજ તેની મહત્તમ સપાટી ઓ ને નોધાવી રહયું છે. આજે પણ ડેમ 136.17 મીટર ની તેની મહત્તમ સપાટી પર પોહચી ગયું છે.

વર્ષ 2017 માં કેવડીયા ખાતે બનાવવામાં આવેલ સરદાર સરોવર ડેમમાં દરવાજા નાખ્યા બાદ પાછળના બે વર્ષ ચોમાસુ નબળું રહેતા ડેમ માં પાણી ની આવક પૂરતી માત્ર થઈ નોહતી, પરંતુ આ  વર્ષે પડેલા રેકોર્ડ બ્રેક વરસાદ બાદ સરદાર સરોવર રોજ તેની મહત્તમ સપતિઓ નોધાવી રહ્યું છે.  નર્મદા અને ઉપરવાસમાં સારા વરસાદ ને કારણે આજે પણ નર્મદા ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે.

નર્મદા ડેમના ચીફ એંજિનિયર ના જણાવ્યા અનુસાર આ વર્ષે સારો વરસાદ હોવાથી નર્મદા ડેમ 30 સપ્ટેમ્બર સુધીમાં 138.68 મીટરની સપાટી પોહચશે. જેના દ્વારા આગામી ઉનાળાની સિઝન માં પીવાના પાણી ની તંગી નહીં રહે સાથે સાથે ખેડૂત મિત્રોને સિંચાઇ માટે પણ પાણીની તંગીનો સામનો નહીં કરવો પડે॰ સાથે સાથે વીજ ઉત્પાદન પણ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.