IPL 2023/ બેંગ્લોર સામે રાજસ્થાનનો રકાસઃ 172 રનના લક્ષ્યાંક સામે 59માં ખખડયું

IPL 2023ની મહત્વપૂર્ણ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. 14 મે (રવિવારે)ના રોજ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBએ રાજસ્થાનને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તેની આખી ટીમ 10.3 ઓવરમાં 59 રનમાં સમેટાઈ ગઈ હતી.

Top Stories Breaking News
IPL Banglore win બેંગ્લોર સામે રાજસ્થાનનો રકાસઃ 172 રનના લક્ષ્યાંક સામે 59માં ખખડયું

IPL 2023ની મહત્વપૂર્ણ મેચમાં RCB win-RR રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. 14 મે (રવિવારે)ના રોજ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBએ રાજસ્થાનને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તેની આખી ટીમ 10.3 ઓવરમાં 59 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે RCBની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમાથી પાંચમા સ્થાને પહોંચી ગઈ છે.

ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાનના બેટ્સમેનો શરૂઆતથી RCB win-RR જ પેવેલિયન ભેગા થયા હતા. ઓપનર બેટ્સમેન જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ સાથે જ સંજુ સેમસન (4), જો રૂટ (10), દેવદત્ત પડિકલ (4) અને ધ્રુવ જુરેલ (1) કંઈ ખાસ કરી શક્યા ન હતા. માત્ર શિમરોન હેટમાયર જ લડી શક્યો. હેટમાયરે 19 બોલમાં 35 રન બનાવ્યા જેમાં ચાર સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે.

રાજસ્થાનનો શરમજનક રેકોર્ડ

રાજસ્થાન રોયલ્સના માત્ર બે બેટ્સમેન (સંજુ સેમસન અને હેટમાયર) બે RCB win-RR આંકડા સુધી પહોંચી શક્યા હતા. RCB તરફથી પ્લેયર ઓફ ધ મેચ વેઈન પાર્નેલે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. બીજી તરફ કર્ણ શર્મા અને માઈકલ બ્રેસવેલને બે-બે સફળતા મળી. આ સિવાય ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને એક-એક વિકેટ મળી હતી. 59 રન IPLના ઈતિહાસમાં કોઈપણ ટીમનો ત્રીજો સૌથી ઓછો સ્કોર હતો. ઉપરાંત, રાજસ્થાન રોયલ્સના આઈપીએલ ઈતિહાસમાં આ બીજો સૌથી ઓછો સ્કોર છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા RCBએ પાંચ વિકેટે 171 રન બનાવ્યા હતા. RCB win-RR RCB તરફથી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 44 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ગ્લેન મેક્સવેલે 33 બોલમાં 54 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં અનુજ રાવતે 2 સિક્સર ફટકારી અને 11 બોલમાં 29 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી એડમ ઝમ્પા અને કેએમ આસિફે 2-2 વિકેટ લીધી હતી.

આ સિઝનમાં વિરાટ કોહલીની ટીમ બેંગ્લોર અને સંજુ સેમસનની કેપ્ટન્સીવાળી રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ બીજી ટક્કર હતી. આ પહેલા બંને ટીમો વચ્ચે 23 એપ્રિલે મેચ રમાઈ હતી. ફાફ ડુ તે મેચમાં રમે છે

રાજસ્થાન અને બેંગલુરુ વચ્ચે આવો રેકોર્ડ 

IPLમાં એકંદરે રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે લગભગ RCB win-RR સમાન સ્પર્ધા રહી છે. બંને ટીમો વચ્ચે ટૂર્નામેન્ટમાં કુલ 30 મેચ રમાઈ હતી, જેમાંથી બેંગલુરુએ 15 અને રાજસ્થાને 12માં જીત મેળવી છે. ત્રણ મેચ અનિર્ણિત રહી છે. બંને ટીમો વચ્ચે જયપુરના મેદાન પર 8 મેચ રમાઈ હતી. જેમાંથી રાજસ્થાને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 4 મેચ જીતી હતી, જ્યારે ચારમાં હારનો સામનો કરવો પડ્યો હતો.સીસની કેપ્ટન્સીમાં બેંગલુરુની ટીમ 7 રને જીતી હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસની શપથવિધિ/ કોંગ્રેસનું નવું મંત્રીમંડળ ગુરુવારે શપથ લેશેઃ સીએમના નામ પર સસ્પેન્સ

આ પણ વાંચોઃ  શિવકુમાર-કોંગ્રેસ/ મેં પક્ષ માટે ઘણુ બલિદાન આપ્યું છેઃ શિવકુમાર

આ પણ વાંચોઃ રાઘવ ચઢ્ઢા-પરિણીતી સગાઈ/ છેવટે રાઘવ ચઢ્ઢા અને પરિણીતીની થઈ સગાઈ