કોંગ્રેસનાં નેતા શશી થરૂરની સાથે અન્ય છ વરિષ્ઠ પત્રકારોને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 26 મી જાન્યુઆરીનાં દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન ભ્રામક ટ્વીટ કરવાના મામલામાં તેમની ધરપકડ પર લાગેલી રોકને આવતા બે અઢવાડિયા માટે માન્ય રાખ્યો છે. ભારતનાં મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશની ખંડપીઠે આ મામલે દિલ્હી પોલીસ તેમજ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને હરિયાણા રાજ્યોને પણ નોટિસ ફટકારી છે. આ બધા પર ટ્રેક્ટર રેલી દરમિયાન પ્રદર્શન કરનારનાં મોતની ખોટી માહિતી ટ્વીટ કરવા માટે જુદા જુદા રાજ્યોમાં FIR નોંધવામાં આવી હતી.
શશી થરૂર, પત્રકાર રાજદીપ સરદેસાઈ, મૃણાલ પાંડે, ઝફર આગા, પરેશ નાથ, અનંત નાથ અને વિનોદના જોસે એફઆઈઆરને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી. સીજેઆઈ એસ.એ. બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી.રામાસુબ્રમણ્યમની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન તેમની ધરપકડ પર પ્રતિબંધ મૂકતાં કોર્ટે બે અઠવાડિયા પછી સુનાવણીનો આદેશ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસનાં સાંસદ શશી થરૂર અને છ પત્રકારો વિરુદ્ધ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં કથિત રીતે ખોટી રીતે સમાચાર ફેલાવવા માટે પોલીસે કેસ નોંધ્યો છે. આ બધા પર ભારતીય દંડ સંહિતા હેઠળ દેશદ્રોહ, ગુનાહિત કાવતરા અને દુશ્મનાવટ સહિતનાં વિવિધ આરોપો છે. વળી આરોપીયો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ એફઆઈઆર રદ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે શશી થરૂર, રાજદીપ સરદેસાઈ, ‘કારવાં’ મેગેઝિન અને અન્ય લોકો સામે 30 જાન્યુઆરીએ કેસ નોંધ્યો હતો. અગાઉ, નોઇડા પોલીસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થરૂર અને છ પત્રકારો પર હિંસા અને અન્ય આરોપો સાથે રાજદ્રોહનો કેસ નોંધ્યો હતો. મધ્ય પ્રદેશ પોલીસે થરૂર અને છ પત્રકારો વિરુદ્ધ દિલ્હીમાં ખેડૂતોની “ટ્રેક્ટર પરેડ” દરમિયાન હિંસા અંગે “ભ્રામક” ટ્વીટ કરવા માટેનો કેસ પણ નોંધ્યો છે.
Political / સરકારી કંપનીઓને લઇને રાહુલનો મોદી સરકાર પર શાંબ્દિક હુમલો
Political / ગુલામ નબીને વિદાય આપતી વખતે વડા પ્રધાનની આંખો પણ થઈ ભીની, કહ્યું….
Political / તામ્રધ્વજ સાહુ ગુજરાતની મુલાકાતે, ચૂંટણી સમયે ઉભા થયેલા ડેમેજને કંટ્રોલ કરી શકશે..?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
