ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યની 6 મહાનગરપાલિકા મેતાના ઉમેદવારી ફોર્મ ભરાઈ ચુક્યા છે. અને નગરપાલિકા અને જીલ્લા પંચાયતા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ હવે ક્રમશ: જાહેર કરવામાં આવશે. ત્યારે આ 6 મહાનાગરાપ્લીકામાં ટીકીટ વહેચણી બાદ કોંગ્રેસમાં મોટા પાયે કકળાટ જોવા મળ્યો છે. ઘણાબધા એ રાજીનામાં મુક્યા છે તો ઘણાએ પોતાની ઉમેદવારી પાછી ખેચી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં થયેલા ડેમેજ કંટ્રોલને ખાળવા માટે કેન્દ્ર સરકાર ફરી એકવાર તામ્રધ્વજ સાહુને ગુજરાત દોડાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.
કોંગ્રેસના ચૂંટણી પ્રભારી અમદાવાદ એરપોર્ટ પહોંચી ચુક્યા છે. અને તેઓ ગુજરાતમાં કોંગ્રેસના સીનિયર નેતાઓ સાથે મહત્વની બેઠક કરશે. આમ તામ્રધ્વજ સાહુની ગુજરાત મુલાકાત મહત્વપૂર્ણ સાબિત હતી શકે છે.
શક્ય છે કે ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. અને ચૂંટણી પહેલા જ કોંગ્રેસ બાજી હારી જાય તેવા સંજોગો સર્જાયા છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી અને પ્રદેશ પ્રમુખણે આપેલું રાજીનામું, અને સ્થાનિક લેવલે પણ થતા ઉહાપોહને ડામવા સાહુ ગુજરાતમાં આવી પહોંચ્યા છે.
ઇમરાન ખેડાવાલા
રાજીનામા અંગે ઈમરાન ખેડાવાલાએ મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં રાજીનામુ આપ્યું છે, હાઈ કમાન્ડ નક્કી કરશે તે મુજબ આગળની કામગીરી. મેન્ડેટને લઈને નિરાશા હતી જે હાઇકમાન્ડ માં રજુઆત કરી છે. મેં રાજીનામુ પાછું ખેંચ્યું નથી, મારા તરફથી રાજીનામું આપ્યું છે. આ અંગે મને અમિત ચાવડાએ કહ્યું કે, ઉતાવળ ના કરો, એ કહેશે પછી વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપીશ.
Political / ‘મોદી હૈ તો મૌકા લીજીયે’ -વડા પ્રધાન મોદીના ભાષણની એક લાઈન જે રહી હિટ..
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
