પ્રેમની સજા/ અંદાડામાં દંપતીને પ્રેમલગ્ન કરવું પડ્યું ભારે, પરિવારજનોએ અપહરણ કરી…

અંદાડા ગામે રહેતા દંપતીને ઈકો ગાડીમાં આવેલા હુમલાખોરોએ દંપતીનું ગાડીમાં અપહરણ કરી લઈ જઈ ઢોર માર માર્યો હતો.

Gujarat Others
  • અંકલેશ્વરના અંદાડા ખાતે પ્રેમ સંબંધમાં દંપતીનું અપહરણ કરી માર મારતા રાઇટિંગનો ગુનો દાખલ..
  • દંપતિનું ઈકો ગાડીમાં અપહરણ કરી માર મારવાના ગુન્હામાં પોલીસે ૬ લોકોની ધડપકડ કરી..

ભરૂચના દહેજ પંથકના જોલવા ગામેથી યુવતીને ભગાડી અંકલેશ્વરના અંદાડા ગામે રહેતા દંપતીને ઈકો ગાડીમાં આવેલા હુમલાખોરોએ દંપતીનું ગાડીમાં અપહરણ કરી લઈ જઈ મારવાના પ્રકરણમાં પોલીસે રાયોટીંગ સહિત અપહરણનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.

અંકલેશ્વર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદીની પૌત્રી પાયલે પ્રેમ સંબંધ કિશન સાથે કર્યા હતા અને બંને જોલવા ગામેથી નીકળી અંદાડા ગામે ભાડાના મકાનમાં રહેતા હતા.  તે દરમિયાન આરોપીઓ ઈકો ગાડીમાં અંકલેશ્વર અંદાડા ગામે ધસી આવ્યા હતા. અને દંપતીને ઈકો ગાડીમાં બેસાડી અન્ય જગ્યા ઉપર લઈ ગયા હતા. ત્યાં જઇ બંને ને ઢોર માર મારવામાં આવ્યો હતો.

ઘાયલ બંને ને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવ,આ આવ્યા હતા. જ્યાં ફરિયાદીના નિવેદનના આધારે પોલીસે હુમલાખોર કરિશ્મા વસાવા, કમલેશ વાળંદ, મનીષા વાળંદ, વૈશાલી વાળંદ, રીંકુબેન વાળંદ અને અકબર ઉર્ફે આકાશ સામે રાયોટીંગ, અપહરણ અને મારામારી અંગે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.

ધોળું ધોળું સસલું../ ફ્રાન્સની શાળામાં ગુંજયા ગુજરાતી બાળગીતો, વડોદરાના હિરલબેનનો અનોખો અભિગમ