Ahmedabad/ “સેવા પરમો ધર્મ” આ યુવકે વૃધ્ધાશ્રમનાં વૃધ્ધોને હોટલમાં ભોજન જમાડયુ

“સેવા પરમો ધર્મ”  આ યુવકે વૃધ્ધાશ્રમનાં વૃધ્ધોને હોટલમાં ભોજન જમાડયુ

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

અમદાવાદમાં ગરીબ લોકોની સેવા અનેક લોકો કરી રહ્યા છે પરંતુ જે વૃધ્ધોને પોતાનાં બાળકોએ જ ત્યજી દિધા હોય અને વૃધ્ધાશ્રમમાં રહેતા હોય તેવા વૃધ્ધોની સેવા બહુ ઓછા લોકો કરતા હોય છે. તેવામાં અમદાવાદનાં સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ સંચાલીત વૃધ્ધાશ્રમનાં 23 વૃધ્ધોને એસ.જી હાઈવેની ગ્રાન્ડ ઠાકર હોટલમાં લઈ જઈ પોતાનાં હાથે જમાડવાનું કામ અમદાવાદનાં ધ્રુવ ભરવાડ નામનાં યુવકે કર્યુ છે.

Godhara / સીએમનું નિવેદન : લવ જેહાદ પર બનાવીશું કાયદો

અમદાવાદનાં સરખેજ વિસ્તારમા રહેતા 21 વર્ષીય ધ્રુવ ભરવાડે 16 વર્ષની ઉંમરથી લોકોની સેવા કરવાનો દઢ નીશ્ચય કર્યો અને વૃધ્ધાશ્રમમાં વૃધ્ધોની સેવા, ગરીબ લોકોને જમવાની સહિત અનેક સેવાકિય પ્રવૃતિ છેલ્લાં 5 વર્ષથી કરતા આવે છે. ભારતી આશ્રમનાં 23 વડિલોને સારી હોટલમાં જમાડતા તમામ વૃધ્ધોએ પણ તેનો આભાર માન્યો હતો.