Gandhinagar News/ કલોલ સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ

હરિયાણાના ગન્નોર વિસ્તારમાં લઈ જઈ તેની પર વારંવાર દુષ્કર્મ (Rape)આચર્યું હતું

Gujarat Gandhinagar
કલોલ તાલુકામાં વર્ષ 2025માં બનેલી સગીરાના અપહરણ અને દુષ્કર્મ(Rape)ની ગંભીર ઘટનામાં અદાલતે કડક વલણ અપનાવ્યું છે

Gandhinagar News : ગાંધીનગર જિલ્લાના કલોલ(Kalol) તાલુકામાં વર્ષ 2025માં બનેલી સગીરાના અપહરણ અને દુષ્કર્મ(Rape)ની ગંભીર ઘટનામાં અદાલતે કડક વલણ અપનાવ્યું છે. કલોલની ચોથી એડિશનલ સેશન કોર્ટ દ્વારા આરોપી રોહિતકુમાર ઉર્ફે ગાગાકુમાર કુશવાહને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા(Rigorous Imprisonment) ફટકારવામાં આવી છે. સાથે જ આરોપી પર રૂ. 2 લાખનો દંડ પણ લાદવામાં આવ્યો છે. ઉપરાંત, ભોગ બનનાર સગીરાને રૂ. 5 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

કેસ મુજબ, મે 2025માં આરોપીએ છત્રાલ વિસ્તારમાંથી 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી હતી. ત્યારબાદ તેને હરિયાણાના ગન્નોર વિસ્તારમાં લઈ જઈ તેની પર વારંવાર દુષ્કર્મ (Rape)આચર્યું હતું. આ ઘટનાના કારણે સગીરા ગર્ભવતી બની હોવા છતાં આરોપીએ તેનો શોષણ ચાલુ જ રાખ્યું હતું. ઘટનાની જાણ થતા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સાયબર સેલે ટેકનિકલ સૂત્રોના આધારે આરોપી હરિયાણામાં હોવાની માહિતી મેળવી હતી. પોલીસ ટીમે હરિયાણા પહોંચી સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી, પરંતુ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં સતત શોધખોળ અને પીછો કર્યા પછી પોલીસે બિહારના રોહતાસ જિલ્લામાં સ્થાનિક વેશ ધારણ કરી દરોડો પાડી આરોપીને ઝડપ્યો હતો.

કલોલ તાલુકા પોલીસે કેસમાં મજબૂત ટેકનિકલ અને પરિસ્થિતિજન્ય પુરાવાઓ એકત્ર કરી સમયસર ચાર્જશીટ દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઈ જજ બી.આર. રાજપુતે આરોપીને દોષિત જાહેર કરી કડક સજા સંભળાવી હતી.

આ ચુકાદો ગંભીર ગુનાઓ સામે કડક સંદેશ આપતો અને ન્યાય પ્રત્યે વિશ્વાસ મજબૂત કરતો ગણાય છે.


આ પણ વાંચો : સુઈગામ દુષ્કર્મ કેસમાં કડક સજા: સગીરાને ન્યાય, આરોપીને 20 વર્ષની કેદ

આ પણ વાંચો : આદિપુરમાં રહેણાંક મકાન સળગાવવાના કેસમાં કડક ન્યાય : આરોપીને 3 વર્ષની કેદ, દંડ સાથે સજા

આ પણ વાંચો : મિલનાડુના સથાનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં મોટો ચુકાદો, 9 પોલીસકર્મીઓને ફાંસીની સજા