ગાંધીનગર કમલમમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક, પેટા ચૂંટણીની રણનીતિ પર રહેશે ફોકસ
Gandhinagar News : ગાંધીનગર (Gandhinagar)સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવતીકાલે મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક (Meeting)યોજાનાર છે. બેઠકની અધ્યક્ષતા પ્રદેશ પ્રમુખ કરશે, જેમાં રાજ્યભરના જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ, સાંસદો તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં આગામી પેટા ચૂંટણી (By Election)ને ધ્યાનમાં રાખીને સંગઠનની ચૂંટણીલક્ષી તૈયારી, બૂથ સ્તરની કામગીરી અને પ્રચારની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સાથે જ વિવિધ જિલ્લાઓમાં સંગઠનની કામગીરીની સમીક્ષા કરીને તેને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠક દરમિયાન સંગઠનના વિસ્તરણ, કાર્યકરો સાથે વધુ અસરકારક સંકલન, જનસંપર્ક અભિયાન અને આગામી રાજકીય કાર્યક્રમોની રૂપરેખા પર પણ વિચારણા થવાની શક્યતા છે.
રાજ્યના તમામ સાંસદો અને ધારાસભ્યોની હાજરીને કારણે આ બેઠકને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આવનારા સમયમાં યોજાનારી પેટા ચૂંટણીને લઈને પક્ષની રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા આ બેઠક નિર્ણાયક બની શકે છે.
