tamil nadu news/ તમિલનાડુના સથાનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં મોટો ચુકાદો, 9 પોલીસકર્મીઓને ફાંસીની સજા

તમિલનાડુના સથાનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં મદુરાઈ કોર્ટે 9 પોલીસકર્મીઓને મૃત્યુદંડ (Death penalty)ની સજા સંભળાવી. CBI તપાસમાં કસ્ટડીમાં યાતનાની પુષ્ટિ.

Top Stories India Breaking News
6 વર્ષ બાદ ન્યાય:9 પોલીસકર્મીઓને Death penalty

Tamil Nadu News: મદુરાઈની અદાલતે 2020ના સથાનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતાં 9 પોલીસકર્મીઓને મૃત્યુદંડ (Death penalty)ની સજા સંભળાવી છે. અદાલતે આ કેસને “રેરેસ્ટ ઓફ રેર” ગણાવી અત્યંત ક્રૂરતા અને સત્તાના દુરુપયોગનું ઉદાહરણ ગણાવ્યું.

2020ની ઘટનાએ દેશને હચમચાવી દીધો

આ કેસ 19 જૂન 2020નો છે, જ્યારે તમિલનાડુના સથાનકુલમ વિસ્તારમાં વેપારી પિતા-પુત્રને પોલીસે લોકડાઉન દરમિયાન દુકાન ખુલ્લી રાખવાના આરોપમાં કસ્ટડીમાં લીધા હતા. પીડિતોમાં પી. જયરાજ (59) અને તેમના પુત્ર જે. બેનિક્સ (31)નો સમાવેશ થાય છે. કસ્ટડીમાં રાખ્યા બાદ બંનેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, જ્યાં થોડા જ દિવસોમાં તેમનું મૃત્યુ થયું હતું.

આખી રાત ટોર્ચર, ગંભીર ઈજાના નિશાન

પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ સ્ટેશનમાં બંનેને આખી રાત મારપીટ કરવામાં આવી હતી. તેમના શરીર પર ગંભીર ઈજાના નિશાન અને લોહી વહેવાના પુરાવા મળ્યા હતા, જેને કારણે દેશભરમાં ભારે રોષ ફેલાયો હતો.

Death penalty

CBI તપાસમાં યાતનાની પુષ્ટિ

મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ તપાસ Central Bureau of Investigation (CBI)ને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે કસ્ટડીમાં આપવામાં આવેલી યાતના સુનિયોજિત હતી. એક મહિલા કોન્સ્ટેબલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પિતા-પુત્રને આખી રાત માર મારવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં લોહીના નિશાન પણ જોવા મળ્યા હતા. આ જુબાની કેસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ.

CCTV ફૂટેજ ન હોવાને કારણે પડકાર

તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું કે પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવામાં આવ્યા ન હતા. રેકોર્ડિંગ આપમેળે ડિલીટ થઈ જતા હોવાને કારણે મહત્વપૂર્ણ પુરાવા ગુમ થઈ ગયા હતા.

Death penalty: 6 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો

લાંબા સમય સુધી ચાલેલી સુનાવણી બાદ ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જી. મુથુકુમારે તમામ આરોપીઓને હત્યા સહિતની કલમોમાં દોષિત ઠેરવ્યા અને 9 પોલીસકર્મીઓને ફાંસી (Death penalty)ની સજા સંભળાવી.આ કેસમાં 10મા આરોપીનું ટ્રાયલ દરમિયાન અવસાન થયું હતું.


આ પણ વાંચો:ગુજરાત કોર્ટનો ઝડપી ન્યાયી ચુકાદો, 6 વર્ષની માસૂમ નિર્ભયાના આરોપીને ફાંસીની સજા

આ પણ વાંચો:ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા

આ પણ વાંચો:કેરળમાં બોયફ્રેન્ડને ઝેર આપીને મોતને ઘાટ ઉતારનાર ગર્લફ્રેન્ડને ફાંસીની સજાની માંગ