Ahmedabad News: અમદાવાદ શહેરમાં કપિરાજ (Monkey)ને ખવડાવનારાઓ માટે વન વિભાગે કડક ચેતવણી જાહેર કરી છે. હવે માત્ર અમદાવાદમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં વાનરને ખવડાવવું કાયદેસર ગુનો ગણાશે.
વન્યજીવ અધિનિયમ હેઠળ કડક સજા
વન વિભાગ મુજબ, કપિરાજ (Monkey) વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સુરક્ષિત પ્રાણી છે. તેથી તેને ખવડાવવું કાયદાનો ભંગ છે.દોષિત સાબિત થવા પર 3 વર્ષની કેદ,₹25,000 સુધીનો દંડ વારંવાર ગુનો કરવાથી સીધી જેલ સજા.
Monkey હુમલાના બનાવોમાં વધારો
અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કપિરાજના હુમલાઓમાં વધારો થયો છે. દર વર્ષે અંદાજે 200 થી 300 લોકો કપિરાજના કરડવાના બનાવનો ભોગ બને છે. વન વિભાગના જણાવ્યા મુજબ, લોકો દ્વારા ખવડાવવાના કારણે કપિરાજ માનવ ખોરાકની ટેવવાળા બની જાય છે. જ્યારે તે જ ખોરાક ન મળે ત્યારે તેઓ આક્રમક બની હુમલો કરે છે.
2025માં 1000થી વધુ રેસ્ક્યૂ
વર્ષ 2025 દરમિયાન અમદાવાદમાં 1000થી વધુ કપિરાજ (Monkey)ને વન વિભાગે રેસ્ક્યૂ કર્યા હતા. ખાસ કરીને નરોડા, પાલડી, મણિનગર, અસારવા અને શાહીબાગ વિસ્તારમાંથી વધુ કેસ નોંધાયા છે.
હેલ્પલાઈન અને અપીલ
વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે કપિરાજને ખવડાવવું કે હેરાન કરવું નહીં. કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરો:76000 09845
આ પણ વાંચો:ત્રેતાયુગમાં હનુમાનજીએ લંકા બાળી હતી, હવે કલિયુગમાં એક ‘વાનર’ શ્રીલંકામાં અંધકાર લાવ્યો છે!
આ પણ વાંચો:કચ્છી NRIએ અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ શોધ્યા
આ પણ વાંચો:આ છે દારૂબાજ વાનર, લોકો પાસેથી બિયરની બોટલ છીનવી ગટાગટ પી જાય છે દારૂ
