લીંબુના લાલચટક ભાવ/ લોકોના દાંત ‘ખાટા’ કરી નાખતા લીંબુના ભાવ

લીંબુના ભાવ વિક્રમજનક સ્તરે પહોંચી ગયા છે. 40 રૂપિયાના કિલો લીંબુના ભાવ સીધા 120 રૂપિયાને પાર થઈ ગયા છે. આમ વિક્રમજનક સ્તરે પહોંચેલા લીંબુના ભાવ લોકોના દાંત ખાટા કરી રહ્યા છે. 

Top Stories Gujarat
Lemon price
  • પહેલા સીંગતેલ આસમાને હવે લીંબુના ભાવ ત્રણ ગણા વધ્યા
  • ઉનાળાના પ્રારંભમાં જ ઉચકાયા લીંબુના ભાવ
  • ગૃહિણીની કમર પર વધુ એક બોજ ખડકાયો

લાગે છે કે સામાન્ય પ્રજા માટે મોંઘવારીના ખપ્પરમાં પીસાવવાનું જ લખાયું છે. Lemon Price સીંગતેલના ભાવ વગર માંગે વધીને ત્રણ હજારની સપાટીને વટાવી ગયા હોવાનું ઓછું પડતું હોય તેમ હવે લીંબુના ભાવમાં જંગી વધારાએ ગૃહિણી પર વધુ એક બોજો ખડક્યો છે. ગરમીનો પ્રારંભ થતાં જ મોંઘવારીના ખપ્પરમાં પીસાતી સામાન્ય પ્રજાને વધુ એક ફટકો પડ્યો છે. લીંબુના ભાવ વિક્રમજનક સ્તરે પહોંચી ગયા છે. Lemon Price 40 રૂપિયાના કિલો લીંબુના ભાવ સીધા 120 રૂપિયાને પાર થઈ ગયા છે. આમ વિક્રમજનક સ્તરે પહોંચેલા લીંબુના ભાવ લોકોના દાંત ખાટા કરી રહ્યા છે.

આ અંગે વેપારીઓનું કહેવું છે કે બજારમાં લીંબુની આવકની તુલનાએ માંગ Lemon Price વધારે છે. તેમા પણ ગરમીમાં વધારો થવાના પગલે લીંબુની માંગમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. લીંબુના ભાવે ગરમીના પ્રારંભમાં જ સદી ફટકારી દેતા ગૃહિણીઓની જાણે વિકેટ પડી ગઈ હોય તેવી સ્થિતિ છે. લીંબુનો ટેસ્ટ કરીને ચહેરા પર જે હાવભાવ આવે તે હવે ફક્ત તેના ભાવ સાંભળીને જ આવી જાય છે.

આમ ફરી એકવાર રાજ્યમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. Lemon Price ગરમીની શરૂઆત થતા જ લીબુંના ભાવે સદી ફટકારી છે. રાજ્યમા ઉનાળાની શરૂઆતથી જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. મહત્વનું છે કે ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ થતો હોય છે. પરંતુ આ વર્ષે લોકોને ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ લીંબુનો સ્વાદ ખાટો નહીં પણ કડવો લાગી રહ્યો છે. કારણ કે બજારમાં લીંબુની આવક ઓછી થઇ છે જેની સામે લીંબુની માંગમાં વધારો થયો છે. જેને કારણે લીંબુના ભાવ બમણા થઈ ચૂક્યા છે.

મહત્વનું છે કે ફક્ત રાજ્યમાં જ નહી પણ સમગ્ર  દેશભરમા ઉનાળામાં Lemon Price ગરમીથી બચવા માટે લીંબુનો વધારે પડતો ઉપયોગ થાય છે. લૂથી બચવા માટે લોકો લીંબુ શરબત, સોડા વગેરે વધારે પીવાનો આગ્રહ રાખે છે. ઉનાળાની શરૂઆતમાં રોજિંદા ઉપયોગમાં આવતા લીંબુના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષે લીંબુના ભાવમાં તેજીના કારણે નવા નવા રેકોર્ડ સર્જયો હતો. ત્યારે આ વર્ષે પણ ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ રૂપિયા 100ને વટાવી 120 થયા છે…જેને પગલે હાલ તો લીબુંના લાલચોળ ભાવથી સામાન્ય જનતા પર વધુ એક ભારણ આવી પડ્યું છે.

 

આ પણ વાંચોઃ JDU Meeting/ આજે જેડીયુમાં ખરાખરીનો ખેલઃ બેઠકના પહેલા દિવસે નીતીશ પર નરમ દેખાયા કુશવાહા

આ પણ વાંચોઃ North Korea Missile Fire/ નોર્થ કોરિયાએ 48 કલાકમાં બે બેલિસ્ટિક મિસાઇલ છોડ્યાઃ સાઉથ કોરીયા

આ પણ વાંચોઃ ISRO/ ચંદ્રયાન-3નું મહત્વપૂર્ણ પરીક્ષણ સફળ,લેન્ડરનું ઈલેક્ટ્રો-મેગ્નેટિક ઈન્ટરફરન્સનું ટેસ્ટ કરવામાં આવ્યું