Gujarat Election/ કરજણ બેઠકને લઈને ભાજપના નેતાની માર્મિક ટિપ્પણી ; આયાતી નેતાની કપાશે ટિકિટ !

કરજણ બેઠકને લઈને ભાજપના નેતાઓમાં હુંસાતુંશી, દશેરાની શસ્ત્ર પૂજનના કાર્યક્રમ દરમિયાન ડભોઇના ધારાસભ્ય શૈલેશ સોટ્ટાએ આયાતી ઉમેદવારને ટિકિટ નહીં મળે તેવી પરોક્ષ રીતે કરી ટિપ્પણી

Top Stories Gujarat Vadodara
metro 1 6 કરજણ બેઠકને લઈને ભાજપના નેતાની માર્મિક ટિપ્પણી ; આયાતી નેતાની કપાશે ટિકિટ !
  • વડોદરા: ચૂંટણી અગાઉ ડભોઇના ધારાસભ્યનું નિવેદન
  • ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનું ચોંકાવનારું નિવેદન
  • કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયા માટે નિવેદન
  • સતીશ નિશાળીયાને પૂર્વ ધારાસભ્ય કહેવાનું અઘરું લાગે છે
  • બે ત્રણ મહિના પછી સતીશ ભાઈને ધારાસભ્ય કહેવા પડશે
  • કરજણના અણખીમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં નિવેદન

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે તેવામાં કોંગ્રેસમાંથી કેટલાક અસંતૃપ્ત ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાવાનો ચાલી રહ્યો છે ભાજપ હોય કે કોંગ્રેસ પોતાની સત્તા મેળવવા માટે એડી ચોટીના જોર લગાવશે. ત્યારે માત્ર પક્ષ પરંતુ પક્ષમાંથી તૈયાર થયેલા અલગ અલગ ક્ષેત્રના ચહેરાઓ પણ પોતાના અસ્તિત્વની જંગ માટેના પ્રયત્નો કરી રહ્યા છે તેવામાં કરજણ બેઠકને લઈને ડભોઇના ધારાસભ્ય શૈલેશ સોટ્ટાએ દશેરાની શસ્ત્ર પૂજન ના કાર્યક્રમ દરમિયાન પરોક્ષ રીતે પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયા જ આવનારા દિવસોમાં કરજણ બેઠકના ધારાસભ્ય બનશે એ પ્રકારનો તર્ક કર્યો છે.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ગત રોજ દશેરા પર્વ નિમિત્તે વડોદરા નજીક આવેલા પોર ગામના ખાનગી ફાર્મ હાઉસમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  ત્યારે અહીંના મંચ ઉપર ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા અને સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપરાંત કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયા પણ હાજર હતા.  ત્યારે ડભોઇના ધારાસભ્યએ સતીશ નિશાળીયા માટે પૂર્વ ધારાસભ્ય શબ્દ બોલવો હવે ઠીક નહીં લાગતા હોવાનું ઉદબોધન કર્યું હતું. આવનારા દિવસોમાં સતીશ નિશાળીયાને ધારાસભ્ય કહેવાનું થશે આ પ્રકારની વાત તેમણે પોતાના સંબોધનમાં કરી હતી.

મહત્વનું છે કે હાલ કરજણ બેઠક પરથી કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા અક્ષય પટેલ ધારાસભ્ય છે અને વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પાસે અક્ષય પટેલ ઉપરાંત સતીશ નિશાળીયા પણ ઉમેદવાર તરીકે વિકલ્પમાં છે. ત્યારે શૈલેષ મહેતાના કરજણ બેઠક પરથી આવનારા દિવસોમાં સતીશ નિશાળિયા ધારાસભ્ય બનશે તે પ્રકારનો પરોક્ષ તર્ક ચોક્કસથી કરજણના રાજકારણમાં ગરમાંવો લાવશે.

વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા સતીશ નિશાળીયાના સ્થાને ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા અક્ષય પટેલને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા હતા. ત્યારે હવે કરજણ બેઠકનું પણ રાજકારણમાં ગરમાવો આવે તેમ લાગી રહ્યું છે, જોકે ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાના આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીનું મવોડી મંડળ શું વિચારે છે તે હજી સ્પષ્ટ નથી થયું, ત્યારે હાલના ધારાસભ્ય અક્ષય પટેલ પણ પોતાના વિધાનસભાના સાથી ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના જ ડભોઇના ધારાસભ્ય એવા શૈલેષ મહેતાના આ નિવેદનને લઈને કરજણ બેઠક માટે પોતે ઉમેદવાર રહેશે કે કેમ તે વાતની દ્વિધામાં ચોક્કસ મુકાયા હશે.