Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પ : પાકિસ્તાન જાણતું હતું કે લાદેન ક્યાં છે તેમ છતાં અમને ન કીધું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ પાકિસ્તાનને લઈને એક ચોકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે પાકિસ્તાનને આપનારી મદદમાં પોતાના પ્રશાસને જે કપાત કર્યો છે તેનો બચાવ કર્યું હતો. ટ્રમ્પે કહ્યું હતું કે અમે દર વર્ષે પાકિસ્તાનને ૧.૩ બિલિયન ડોલરની મદદ કરતા હતા. પરંતુ હવે અમે પાકિસ્તાનન કોઈ પણ પ્રકારની મદદ નહી કરીએ કેમ કે પાકિસ્તાને અમારા […]

Top Stories World Trending
55 ડોનાલ્ડ ટ્રમ્પ : પાકિસ્તાન જાણતું હતું કે લાદેન ક્યાં છે તેમ છતાં અમને ન કીધું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ પાકિસ્તાનને લઈને એક ચોકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે પાકિસ્તાનને આપનારી મદદમાં પોતાના પ્રશાસને જે કપાત કર્યો છે તેનો બચાવ કર્યું હતો.

ટ્રમ્પે કહ્યું હતું કે અમે દર વર્ષે પાકિસ્તાનને ૧.૩ બિલિયન ડોલરની મદદ કરતા હતા. પરંતુ હવે અમે પાકિસ્તાનન કોઈ પણ પ્રકારની મદદ નહી કરીએ કેમ કે પાકિસ્તાને અમારા માટે કઈ જ નથી કર્યું.

વધુમાં તેમણે કહ્યું હતું કે ઓસામા બિન લાદેન મિલેટ્રી એકેડમી નજીક પાકિસ્તાનમાં રહેતો હતો.જે વાતની ખબર પાકિસ્તાનને હતી.વર્ષ ૨૦૧૧માં અમેરિકન સીલ્સ દ્વારા લાદેનને મારી નાખવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સરકાર આ વાતનો ઘણી બધી વખત અસ્વીકાર કરી રહી છે કે તેઓ નહતા જાણતા કે લાદેન ક્યાં છુપાયેલો છે. પરંતુ અમેરિકાની સરકારને આ વાત મનાવવા માટે નાકામયાબ રહી હતી.

તો બીજી તરફ અમેરિકાને પહેલેથી લાગતું હતું કે પાકિસ્તાનને લાદેન વિશે બધું ખબર છે પરંતુ તે છુપાવી રહ્યું છે.