PM મોદી ગમે તેટલા વ્યસ્ત હોય, સારી વાત અને સારા કામની પ્રશંસા કરવાનું કદી ચુકતા નથી. તે આ મામલે કેટલા સજાગ છે તેનો પરીચય રશિયામાં બ્રિટનનાં વડાપ્રધાનને તેની ક્રિકેટ ટીમ શ્રેણી વિજયનાં અભિનંદન આપીને આપવામાં આવ્યો હતો. જે વિજયની ખુદ બ્રિટનનાં PMને જાણ પણ ન હતી. આ બાબતને લઇને ખુદ બ્રિટનનાં PM દ્વારા પણ આશ્ચર્ય સાથે PM મોદીનાં વખાણ કરવામાં આવ્યા હતા.
આ વખતે પણ કઇક આવુ જ બન્યું હોવાનું સામે આવી રહ્યું છે અને PM દ્વારા ફરી એક સેલિબ્રિટીનાં સારા કામની સરાહના કરવામાં આવી છે. PMનો સેલિબ્રિટીનાં વખાણ કરવા પાછળનો ઉદ્દેશ પણ ઉમદા રહ્યો હશે, કારણ કે સમાજનો મોટો વર્ગ જેને ફોલો કરે છે તેવા ઓપિનીયન લીડર દ્વારા કરવામાં આવતા આવા ઉમદા કામ, અનેક લોકોને પુનરાવર્તન કરવા માટે પ્રેરીત કરતા હોય છે.
વાત જાણે આમ છે કે, વરુણ ધવને ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી, જેમાં તેની અવનારી ફિલ્મની ટીમનાં હાથમાં સ્ટીલની બોટલ હતી. વરુણે લખ્યું હતું, ‘પ્લાસ્ટિક મુક્ત રાષ્ટ્ર તથા તેને લઈ આપણા વડાપ્રધાનના પ્રયાસો હાલના સમયની માગ છે. આપણે નાના-નાના ફેરફાર કરીને આમ કરી શકીએ છીએ. ‘કુલી નંબર 1’નાં સેટ પર હવે માત્ર સ્ટીલની બોટલનો ઉપયોગ કરવામાં આવશે
PM મોદીએ પ્લાસ્ટિક ફ્રી બોટલનો ઉપયોગ કરવા બદલ વરુણ ધવન અને વરુણ ધવનની ફિલ્મ ‘કુલી નંબર 1’ની ટીમના વખાણ કર્યાં છે. પીએમે વરુણ ધવનની પોસ્ટ પર જવાબ આપતાં કહ્યું હતું કે, ‘કુલી નંબર 1’ની ટીમે શાનદાર કામ કર્યું. દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ અપાવવામાં ફિલ્મી દુનિયાનું યોગદાન જોઈને હું ખુશ છું.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન